________________
પાલન કરાય તો એ “પુષ્પ” દેવાધિદેવને ચડાવ્યાં ગણાય. આ પ્રમાણે એ પુપિ ચડાવવાં અર્થાત આ પ્રકારની “પુષ્પપૂજ” એ શુદ્ધ પૂજા છે.
આપણે બરાબર ધ્યાનમાં લઈએ કે આપણી લાંબા કાળની આ બધી દુર્ગતિ કેવળ આપણું અજ્ઞાન, મેહ અને પ્રમાદથી છે. એ દેષોને દૂર કરી સન્માર્ગવિષયક સમ્યજ્ઞાન દ્વારા સન્માર્ગવિહારી બન્યા સિવાય આપણે ઉધાર નથી એ નક્કી વાત છે.
દાર્શનિક મતમતાન્તરને વિસ્તાર બહુ મોટો અને ગભીર છે. કોઈ આત્મવાદી છે, તો કોઈ અનાત્મવાદી. આત્મવાદીમાં પણ કોઈ એકાત્મવાદી છે, તો બીજા નાનાત્મવાદી; કોઈ આત્મવિભુત્વવાદી છે, તે કોઈ દેહપ્રમાણઆત્મવાદી. એ જ પ્રમાણે ઈશ્વરવાદના મતમાં ઘણી ભિન્નતાઓ છે. આ બધાં મન્તો એકબીજા સાથે ટકરાતાં રહે છે અને વાદવિવાદને વિષય બન્યાં રહે છે. એમ છતાં જગતની દષ્ટિ આગળ એક તત્ત્વ સુનિશ્ચિત છે, અને તે, બધા પ્રાણ ધારીઓમાં–સમગ્ર જીવન્ત શરીરમાં “હું”નું વેદન–સંવેદન થાય છે તે. એ સર્વાનુભવસિદ્ધ અને સર્વમાન્ય તત્ત્વના આધાર પર “છો અને જીવવા દો”ને ઉપદેશ સર્વગ્રાહ્ય બન્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unanay. Buratagyanbhandar.com