________________
કદરમાં કટ્ટર કહેવાતી નાસ્તિક સંસ્થા પણ એ ઉપદેશને સ્વીકારે છે અને કર્તવ્ય માને છે. એ ઉપદેશ માનવસમૂહમાં એટલે સુધી વિસ્તરેલો છે કે બીજાના હિતને ભેગે પિતાનું હિત સાધવું એ અનીતિ છે, દોષ છે, પાપ છે એમ માણસમાત્રને સમજાયું છે, અને એથી એને સમજાયું છે કે “હું'નું સંવેદન બધા પ્રાણીઓમાં એકસરખું હોવાથી બધાએ પરસ્પર સદ્ભાવ અને મૈત્રીથી રહેવું અને વર્તવું જોઈએ. નિ:સંદેહ, એ રીતે વર્તવામાં જ બધાનાં હિત અને સુખ સમાયાં છે.
–મુનિ ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com