________________
કેઈને પણ અણધાર્યું ઊપડી જવું પડે છે અને બધું અહીં રહી
જાય છે, કેવળ સત્ અને અસત કર્મના સંસ્કારે જ પરલોકયાત્રામાં સાથે આવે છે! દુનિયાની ખોટી આળપંપાળ મૂકી દઈ જીવન કેમ સુધરે એ તરફ ધ્યાન આપવું ખૂબ જરૂરનું છે. જીવન સુધરે તો પરલોક સુધરે. જીવન સુધરે દુઃસ્વાર્થ, મોહ, બુરી ટેવ અને દુરાચરણને મૂકી દેવાથી અને સત્ય–સંયમ–સેવાના પુણ્ય પથ પર વિહરવાથી.
આપણે બરાબર સમજી લઈએ કે સગુણસમ્પન્ન બનવું એ જ ભગવાનની સાચી પૂજા છે. પ્રાર્થના, ઉપાસના વગેરે સમગ્ર ધર્મક્રિયાનું એકમાત્ર પ્રયજન સદ્ગુણસમ્પન્ન બનવું એ છે. પૂજા, ઉપાસના આદિ ધર્મક્રિયા દ્વારા આપણે ગુણી બનવા માટેની પ્રેરણા લેવાની છે, અને એ દ્વારા ગુણી બનવાને અભ્યાસ કરવાનું છે. ગીતામાં ભગવાન કહે છે કે – જે તેને સત્કર્મોના રૂપમાં પૂજે છે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
જૈનાચાર્ય શ્રી હરિભદ્ર પિતાના “અષ્ટક' ગ્રન્થના ત્રીજા અષ્ટકમાં જણાવે છે કે –
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિર્લોભતા, ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ આઠ પ્રશસ્ત–પવિત્ર પુષ્પો છે. એ ગુણોનું #
& @@@www
Shree Sudharmaswami Gyanbhandar-Unanay. Buratagyanbhandar.com