SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પઠિકા. મહાન તેજ રાશી સમુત્પન્ન કરી શકે છે. અને દક્તિાર્થ સિધ્ધ કરવા સરખું પિતાનું સામર્થ્ય વધારી શકે છે. એક તરફ વાક્યાતુર્યતા, સમય સુચકતા, ચચળતા, રાપળતા, સહનશિલતા. સહિષ્ણુતા, આદિ ગુણે અને ઇતરેશમદમ, તિતિક્ષા, શનિ, ધર્મ, વિવેક, ઔદાર્યાદિ ગુણવ રિટથી અલંકૃત પુરૂષોનાં મહામ્ય વાંચી, શ્રવણ કરી, મનન કરી, તેમાં અનેક વખતના પઠન પાઠનથી તાદામ્ય ભાવ સંસિદ્ધ થઈ શકે છે અને તેથી શાસ્ત્ર નિદિધ્યાસનના પ્રયોગને સિદ્ધ કરવા પુનરુ પુનર અત્યાગ્રહથી પ્રબોધ છે, ઓિ ઐતિહાસિક ગ્રો બહુ પ્રકારની લીલાને પિતાના સામે કાં એવી ગુપ્ત પ્રકારે સંચિત કરે છે કે જેનું સાધન દિધ કાળ પર્યત નરર્ય અને નાકા પૂર્વક સેવવામાં આવે નહીં તો તેના મર્મને-ભાવને-કે કિંચિત રસાસ્વાદને વિલકવા કે અનુભવવા મનુષ્ય સર્વદા નિરાશ્યને જ સેવે છે. ઐતિહાસાદિ કોઈ પ્રકારની વિધાને પ્રકટ કરનારા ગ્રો લખવામાં લખનાર કેટલા સામર્થ વાલા હોવા જોઈએ ? એ પ્રશ્નને સહેજમાં નિણય આપી શકાય તેમ નથી અને તે લખવાની વૃતિધારક લેખકોનાં કેટલાં વિપુલ હો હશે ? તેની કલ્પના કરવી એ માત્ર કલ્પના રૂપજ છે, કારણકે તેમના મસ્તિષ્કમાંથી જનિત થયેલી વસ્તુ સંકલન સૃષ્ટિજન્ય ઇતર સકલ મનુષ્યનાં હૃદયમાં સરવેગે પ્રવેશ કરી એકસરખો ભાવ ઉત્પન્ન કરવાની બુદ્ધિ અને એતાનિત શબ્દ સમૂહ તે પત્ર ઉપર મુકવામાં જે વિચાર શ્રેણીનું તરંગેત્યાન થવું તે કાંઈ સાધારણુ શ્રમની વાર્તા તે નથીજ અને આ પ્રવૃતિ સેવનારા મનુષ્યોનાં જ્ઞાનતંતુઓ, ભેજાઓ અને હૃદયની વિશાળતાનું પ્રમાણ કથી શકાતું નથી કારણકે આવા કર્તાથી ઉત્પન્ન થયેલાં પુસ્તકોમાંથી ભિક્ષા માગી માગી એકત્ર કરેલા પિષ્ટની મિણ બાટી બનાવી તેના પાનથી તૃમિ અનુભવવીએ સહજ સામાન્ય વાર્તા નથી જોશો કે એ ગ્રન્થના અભ્યાસથી મનુષ્ય અક્ષય કીર્તિને વારસો જન મંડળમાં મૂકી જાય છે અને પિતાથી બનતી યોક્ત સેવાનો લાભ પણ આવા પ્રકારો આપતા જાય છે. મહાત્મા કર્નલ જેમ્સ ટોડ જેવા સાધુ પુરૂષોએ અગાધ સામર્થ્યના એક પટારા રૂપ અને દિર્ધકાળના તપસાધ્ય બુદ્ધિ પ્રભાવથી ઉત્પન્ન થયેલા આ રાજપુતસ્થાનના ઈતિહાસ૩૫ ફળને જન્મ આપી બહુધા સૂર્ય તથા ચંદ્ર વંશના વંશજો અને તત પશ્ચાત એતદનુયાય અને તદ આર્યાવર્તની સમસ્ત નાડી સમુહમાં પિતાની જે કીર્તિ અમર કરી છે તે અત્યંત ધન્યવાદ ને પાત્ર છે જ. વિકરિષ્ટ મહાત્મા કર્નલ જેમ્સ ટૅડ વિદેશી અને વિજાતિય હોવા છતાં, ભારતિય પૂર્વ વૃત્તાંત્તની ગવણમાં ઉતરી ભારત જનની સમાનજ પરિશ્રમ ઉઠાવ્યો છે અને આ પરિશ્રમને એવો કાઠીયે અપરિસિમ મહાત્મા ટોડે ઘણું અધ્યવસાયથી આત્મ બલિદાનથી અને વિવિધ પ્રકારની અન્ય અસાધારણ પરાકાષ્ઠાથી ભારત વર્ષિય પૂર્વતન આર્યનર વીર વિગેરેને વર્ષારૂતુના વાદળમાંથી મધ્યાહના પ્રચંડ સૂર્ય સમાન કીર્તિ કલાપ સમુદ્ધરિત કર્યો છે, આવા અવિભાજ્ય શ્રમનો વિચાર કરીએ તે હૃદય સહસા આદ્ર બને છે. અને સજાતિ વિજાતિયને ભેદ ભૂલી આ મહાત્માને દેવભાવે પૂજનાર્ચન કરવા સહિત સાષ્ટાંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy