SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] પીઠિકા. દંડવત કરવા ઉતિત થઈએ છીએ કર્નલ ટોડ જેવા ભેદ અને શ્રેષ્ઠ મહાત્મા જે આ ર્યાવર્તની ભૂમિ ઉપર પદાર્પણ કરતા નહીં તે ભારત વર્ષની પ્રાચિન કીર્તિને આટલે ઉદ્ધાર થતે કે કેમ ? એ એક મહાન પ્રશ્નની વાત હતી. આખી દુનિયામાં ભૂળ અને ઇતિહાસના વિષયો હમેશાં સર્વોપરિ સ્થીતિ ભોદવે છે તેઓ ઉભય પકી ઇતિહાસરૂપી સૂર્ય જેટલો પ્રકાશ માનુપિ બુદ્ધિ ઉપર પાડી શકે છે. તેટલો ભૂગોળને પ્રકાશ બીજે નંબરે આવે છે અને તે જ કારણે મહામા ટૌડે ઈતિહાસ લખવાને અગાધ શ્રમ ન કર્યો છે. ભૂગોળ અને ઈતિહાસના ઉભય વિષે પિકી ભૂગોળને વિષય માત્ર તેમી ઉપરને જ ચિતાર ચિત્ર કરી આપે છે જ્યારે ઇતિહાસ તેથી પણ આગળ વધી પૂર્વાશ્રમની ઘણી જ જીર્ણ અને અનુકરણિય વાર્તા વારિધિને દ્રષ્ટિ સન્મુખ ખડી કરે છે, અને તેથી અવર્ણનિય લાભ પ્રાપ્ત કરાવી શકે છે, પૂર્વકાળની ઉથલપાથલ પૂર્વના રીત રીવાજ અને પૂર્વના જૂના નામાંકિત સંપુરૂષનાં બળવત્તર શરિર અને બુદ્ધિ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ ઉપરની ચારિત્રય વર્તણુકને આપણું આગળ ખડી કરી મૂકે છેદાખલા તરિકે જ્યારે આપણે અમુક ઈતિહાસનું પુસ્તક વાંચતા હોઈએ ત્યારે જાણે કે આપણી આગળ હજારો વર્ષ જૂને અને ઘડે કાકે નજરે જોએલી વાત કરતા હોય તેવું આપણને સ્પષ્ટ ભાન થાય છે એટલું જ નહીં પણ પુના અને વર્તમાન કાળના સમયમાં મનુષ્યમાં શું ન્યૂનાધિકતા-શું તફાવત છે તે જાણવાનું ઐતિહાસિક ગ્રન્થો શિવાય અન્ય સાધન હોતું જ નથી પોતાના દેશના લોકો કે કૌટુમ્બીઓને સુખી કરી કોણે પ્રખ્યાતિ મેળવી ? કોણે પોતાની કારકીર્દિથી અમર અભિધાન કરી સ્વર્ગ નિવસિત થયો તથા કોણે પ્રજા ઉપર અસાધારણ જુલમ કરી નવા નવા અસહ્ય બેજાઓ વધારી ભિન્ન ભિન્ન પ્રકારની આજ્ઞાઓના પ્રખર મેધ વર્ણવ્યા તે તથા તેઓનાં સચ્ચરિત્ર વા દુશ્ચરિત્રોના દિગદર્શનનો સમૂહ આ એક ઈતિહાસિક પ્રો આપણું અનુભવમાં મૂકે છે. રાજ્યકર્તાઓની મજા ઉપરની પ્રીતિ પ્રજા ઉપરની લાગણી તથા શસ્ત્રોકત રિયા પળાચલા રાસિક ધર્મો. રાજ્ય વિપ્લવો સામસામા કલેશકારક બનાવો અને એતનિત એક બીજાના શિરચ્છેદ એટલું જ નહીં પણ સંકટ સમયે પરસ્પર કરેલી સહાધ્યતા, આદિ ઘણા પ્રસંગોના અવલોકનથી પણ મનુષ્યો ઘણું જ્ઞાન સંપાદન કરી શકે છે, આવા ભર પૂર જ્ઞાનના ભંડાર રૂ૫ ઐતિહાસિક પુસ્તકનું વધારે ને વધારે જ્ઞાનદાતા અને શૈર્યદાત હોવાનું તથા પ્રત્યેક રૂચિનાં મનુષ્યોને તેમાંથી પ્રત્યેકની રૂચિ અનુસાર સામગ્રી પ્રાપ્ત થઈ શકવાનું ધારી ઐતિહાસિક ગ્રન્થ લખવામાં આવે છે અને એજ ઉદેશને પદેપ ચાલી કર્નલ જેમ્સ ટૅડ સાહેબે આ પ્રવૃત્તિ કરી જણાય છે આ મહાન ગ્રન્થની સંકળના તરફ દ્રષ્ટિ કરતાં જેમ આપણે તેમાંથી ઘણું સમ્પાદન કરી શકીએ છીએ, તે પણ આ પ્રવૃત્તિના વાહક મહાત્મા કર્નલ જેમ્સ ટોડ શું કહે છે ? તેના જ શબ્દોમાં આપણે જોઈએ. મહાત્મા ઢાડ કહે છે કે “રજપુતાનાની તવારિખનું પૂર્ણ થતું આ હસ્તસ્થિત દ્વિતીય પુસ્તક જન સમાજની દ્રષ્ટિ સન્મુખ મૂકીને હારી જીંદગીનોજે સર્વોત્કૃષ્ટ ભાગ જે જ્ઞાતિઓ માં મેં પસાર કર્યો છે, તે જ્ઞાતિઓની મારી માન્યતા મુજબ મેં મારી પવિત્ર આજ્ઞાનું પરિપૂર્ણ પાલન કર્યાનું હું સમજુ છું, જો કે સાર્વજનિક પ્રસંશાની કીમત હું સર્વથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy