SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ટૅડ રાજસ્થાન, રીતની કસર રાખતા નહિ. મેવાડની અંદર નાથદ્વારમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર છે. હીંદુ વિદ્વેષી ઔરંગજેબના અત્યાચારે ત્રાસ પામી વૈષ્ણવોએ , પવિત્ર વ્રજધામથી નીકળી જઈ પિતાના ઈષ્ટદેવના રક્ષણ માટે ઉદયપુરના રાણાને કહેવરાવ્યું. અત્યાચારી મેગલ સમ્રાટને જુલમ સહન કરી ઉદયપુરના મહારાણાએ ભગવાન શ્રી કૃષ્ણના તે પાવન વિગ્રહને પિતાના રાજ્યમાં રાખવા આજ્ઞા આપી. ઉદયપુરથી પૂર્વોત્તરે અગીયાર કોશ ઉપર એ પવિત્ર દેવ મંદિર સંસ્થાપિત જે સ્થળની પાસે થઈ બુનાશ નદી વહી જાય છે. નાથદ્વાર, વૈષ્ણનું એક પ્રધાન તીર્થ સ્થળ ખરું, પણ તેમાં દર્શન મેગ્યોદશ્ય નથી. નાથદ્વારના મંદિસ્ના નિર્માણકાર્યમાં કઈ રીતનું કૈશલ જોવામાં આવતું નથી. નાથદ્વારની પ્રસિદ્ધિ અને પ્રવિત્રતા, માત્ર શ્રી કૃષ્ણના વિગ્રહના લીધે ખ્રીસ્ટ જન્મના પૂર્વ બે હઝાર વર્ષ ઉપર પવિત્ર જલવાળી યમુનાના તીરે કૃષ્ણની જે મૂર્તિ પ્રતિષ્ઠિત હતી. અનેક લેક અનુમાન કરે છે જે નાથદ્વારની મતિ તે તેજ છે. ગયાના ગિરિકંદરમાં દ્વારકાના સાગરના કિનારે અથવા ચિત વિનેદત વૃંદાવનમાં જે સઘળાં હૃદય મેહન કૃષ્ણનાં ચિત્ર જોવામાં આવે છે. નાથદ્વારમાં તે જોવામાં આવતાં નથી. પણ મેવાડના એ પવિત્ર સ્થાને, લાખે લેક પ્રતીવર્ષ યાત્રાળુ તરીકે આવે છે. ત્રણ હઝાર વર્ષ સુધી જે વ્રજ ગોપીવલ્લભ શ્રી કૃષ્ણનું પ્રધાન પીઠસ્થાન ગણાતું હતું, તે પીઠસ્થાનને દુધર્ષ યવન ઔરંગઝેબે અપવિત્ર કરી નાંખ્યું.તે પાખંડ મોગલ બાદશાહના અત્યાચારથી પીડા પામી વૈષ્ણવ તે તીર્થભૂમિ છોડી દેવ વિગ્રહના રક્ષણ માટે ભારત વર્ષમાં સ્થળે સ્થળે ભમ્યા. અગર જે કે ગજનાન વીર મહમદના કઠોર કરાઘાતે ભગવાન વિષ્ણુનું કમલાસન વિકપિત થયું હતું. અને તેના ભકતે ભગવાનની સંમાન રક્ષાના અથે ગભરાઈ એક સ્થાનથી બીજા સ્થાને દેડતા હતા. તે પણ ભગવાન કૃષ્ણ પિતાનાનું પ્રાચીન નિકેતન છેડ્યું નહોતું. હીંદુરંજક ઉદારનીતિક અકબર જહાંગીર અને શાહજહાને તેને તે પ્રાચીન મંદિરમાં સ્થાપ્યા હતા. જહાંગીર માતૃવશે અદ્ધ રજપુત હતે. હીંદુ ધર્મ ઉપર તેને સારો આદર હતે. તે પિતાના ઉદાર નીતિવાળા પિતાની જેમ ભગવાન કૃષ્ણની સમાદરથી પૂજા કરતે હતે. તે પુત્ર શાહજહાને પિતૃ પદવીને ત્યાગ કરી શિવધર્મની દિક્ષા લીધી હતી. સિદ્ધરૂપ નામને એક સિદ્ધ સન્નાસી તેને તે ધર્મને દીક્ષા આપનારો ગુરૂ હતા, તેને શિવાનુરાગ હોવાથી ભારતવર્ષમાં શિવભક્તિનું પ્રાધાન્ય વધ્યું. શૈવ રાજાનુગ્રહ મેળવી વૈષ્ણવે ઉપર અત્યાચાર કરતા હતા. તેઓના અત્યાચારથી પીડા પામી વૈષ્ણને વ્રજધામ છેડી. ભગવાન વિષ્ણુના વિગ્રહ સાથે ઉદયપુર જવાની ફરજ પડી. " શેના ઉત્તપીડનથી વૈષ્ણને ભગવાન વિષ્ણુની મૂર્તિ લઈ વ્રજયામ છેડવાની જરૂર પડે. છેવટે ઉદયપુરની એક રાજકુમારીની ચેષ્ટાથી તેઓ પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy