SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ Zડ રાજસ્થાન નિદારૂણ મને વેદનાથી પીડીત થઈ વરવર સંગ્રામસિંહે મેવાડની શેલમાળા તરફ અગ્રસર થયે તેનું હૃદય અસહ્ય દુઃખ અને પીડાથી પીડીત થયું. કયાં જવું, કયે માર્ગ લે, તે બાબતનું તે કાંઈ નિશ્ચય કરી શકે નહિ. અને તેથી રણ સંગ્રામસિંહ ચિતોડમાં જઈ શકે નહિ. શાથી કે તેણે પ્રતિજ્ઞા લીધી, “ જે યુદ્ધમાં જય ન મેળવું, જે યુદ્ધમાં યવનને દપ ચુર્ણન વિચુર્ણ ન કરૂં ત્યાંસુધી યુદ્ધક્ષેત્ર મારું નિવાસસ્થાન, આકાશ મંડળ મારૂં ચંદ્રાતા. તે પ્રતિજ્ઞા એક ક્ષણવાર તે ભુલ્યો નહિ, આજ તે પ્રતિજ્ઞા પાલન કરવાને ઉપયુકત સમય–એટલે ચિતોડમાં ન જાતાં રાણાએ વન નિવાસ વિકા શિશદીય વંશનું પ્રણષ્ટ ગારવ તેનાથી ઉંદ્રત ન થાય તે વનવાસમાં પ્રાણ છોડવા એમ તેની નિશ્ચિત મતિ હતી. વિરવર સંગ્રામ, જે થોડો સમય એવી અવસ્થામાં જીવ્યા હતા, તે તે કરેલી પ્રતિજ્ઞા પાલન કરતા, પણ ભવિત્વયતાના કઠેર લેખના અનુસારે તેનું પ્રાણ જીવન આ પરાજ્ય પછી તેજ વસે આ લેક ત્યાગ કરી ચાલી ગયું. મેવાડનો ગૌરવરવિ, અકાળે બુશાયા નામના રથાને અસ્ત પામ્ય એટલે કે તે સ્થળે રાણી સંગ્રામસિંહ પલેકવાસી થયો. અનેકનું અનુમાન છે જે મંત્રીના વિષપ્રયોગથી રાણાનું મૃત્યુ થયું. તે અનુમાન સાચું છે કે ખોટું તે કહી શકાતું નથી. કહેવાય છે જે દુરાચાર મંત્રીઓએ પોતાના જીવનની શાંતિ અને સ્વછંદતા મેળવવા એ હલકું પિશાચોચિત કામ કર્યું. બહુ વિવાહ, એક અસંખ્ય મહાઅનર્થોનું મુળ છે. નૈતિક, શારિરીક સઘળા ઉત્કર્ષનું તે મેટું વિદન છે. એક વાર પ્રાચ્ય જગત તરફ જોયાથી તેની સ્પષ્ટ પ્રતિત થાશે. એ કુપ્રથાથી માનવ સંસારમાં અને વિશે રાજ્ય પરિવારમાં ઘણા અનિષ્ટ થયાં છે. પુત્રોવતિ થઈ રાજમાતા થવા દરેક રાજપત્ની ઈચ્છા કરે છે. તે ઈચ્છા તેના હૃદયમાં સ્વાભાવિક રીતે ટઢ મળી કરી બળવતી થાય છે, તે સમયે તેને હિતાહિતનું જ્ઞાન રહેતું નથી. તે ઇચ્છાની તૃતી સાધવા તે કેવળ આતુર રહ્યા કરે છે, તેમ થવાથી તે અત્યંત અધમ કામ કરવાનું ચુકતી નથી. રાણા સંગ્રામસિંહને પકવાસ છે. તેની રાણીઓમાં મેટો ઘાંઘાટ અને ગડબડાટ ઉઠયો. સઘળી રાણીઓ પિતાના પુત્રને રાજસિંહાસને રથાપવા વાસનાવાળી થઈ. રાણાના બીજા પુત્રની જનની તેના પુત્રને ચિતોડના સિંહાસને બેસાડવા એટલી બધી ઉત્કંઠિત હતી કે તેણે પિતાના કામની સિદ્ધિ માટે બાબર સાથે પ્રપંચ કર્યો. તેની એવી આશા હતી જે બાબર ચિતોડના પ્રત ઉત્તરાધીકારીને દૂર કરી તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy