SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ રાણા સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈત્યાદિ. કમે યુદ્ધ અત્યંત ભયંકર રીતે ચાલવા લાગ્યું. રાણા સંગ્રામસિંહે વિશ્વાસથી ભેળવાઈ સેના દળના સંમુખ ભાગના રક્ષણનો ભાર રજપુત કલંક શિલાદીત્યને સેં, સંગ્રામસિંહને વિલક્ષણ વિશ્વાશ હતો જે શિલાદિત્ય પ્રાણ આપી યુદ્ધ કરી યવનોને પરાજીત કરશે. તે સમયે તો તે કુટિલ રજપુતે તાતાર સેનાને હઠાવી હરાવવા વિશેષ ચેષ્ટા બતાવી. તેથી રાણાનો વિશ્વાસ બમણો તેના ઉપર વધ્યું પણ સઘળું નિષ્ફળ ગયું. દુરાચાર શિલાદિત્ય પિતાના દળ સાથે યવનના લશ્કરમાં મળી ગયે. ચવનો ભયંકરનાદ કરી જયને પોકાર કરવા લાગ્યા. પ્રલયકાળના મેઘના જેવા અવાજ કરતી યવનોની તપ કુટવા લાગી. વળી રણાંગણ તપના ધુમાડાથી છવાઈ ગયું. રાણા સંગ્રામસિંહનું હૃદય સહસાકપિત થયું તે ધુમાડાને સમુહ કમેકમે અંતહિત થયા. રાણાએ વિસ્મયથી ઉગથી તાકીને જોયું. “ પાપિણ વિશ્વાસઘાતક શિલાદિત્યે બાબરને પક્ષ પકડ્યો છે તેનું હૃદયકંપિત થયું. તેણે ચારે દિશા, અંધકારમય જોઈ હાય ! વિશ્વાસ રાખવાનું આ ફળ ! રાણે સંગ્રામસિંહે વિશ્વાશ કરી દુરાચાર નરાધમને એનાદળના સંમુખ ભાગને રક્ષણ ભાર ઍ. પાપિષ્ટ વિશ્વાસઘાતક રજપુત કુળવારે શું એ પ્રતિફળ આપ્યું ! હા નરાધમ ! અરે આતતાયી વિશ્વાસઘાતક ! સ્વદેશને સર્વ નાશ કરી. સ્વજાતીય રજપુતના મુખે કલંક આપી, દેશ વેરી યવનના પક્ષમાં ગયે. મોટી આફતથી અને જઘાંસાથી પીડીત થઈ સંગ્રામસિંહ યુદ્ધ સ્થળથી પાછો ફર્યો ડુંગરપુરના રાવળ ઉદયસિંહે તેના બદલે સૈનિક સાથે શાલુબ્રાધિપતિ રત્નસિંહે તેના ત્રણચંદાવત સૈનિકસાથે,મારવાડનારાઠોડ રજપુત રાયમલ્લે તેના બસો સાહસીક સિનિકો સાથે, સેનાપતિ ક્ષેત્રસિંહ, રત્નસિંહે, શનિ ગુરૂ સરદાર રામદાસરા,ઝાલાપતિ ઉઝાએ, વીરવર પરમાર ગોકુલદાસે, મેવાડના ચેહાણ સરદાર માણેકચંદે અને બીજા સામંત સરદારોએ હૃદય ચીરી, આ ભયંકર યવન યુદ્ધમાં પોતાના લોહી આપ્યાં. એ શીવાય બે યવન રાજાઓ રાણાની સહાયતા કરી તેના વિશાળ દળ સાથે રણક્ષેત્રમાં પડયા. તેમાં એક યવન પદચૂત ઈબ્રાહીમ લેદીને એક પુત્ર, બીજે યવન મેવાતને અધિપતિ હુસેનખાં, તેઓ પોત પોતાની સેના સાથે વિસ્મયકર વિરત્વ પ્રકાશી અનંત નિદ્રામાં સુતા. તેઓના પ્રચંડ જેરે યવને ની જગતને બાળી નાખનારી તોપો વ્યર્થ ગઈ હતી. અને અનેક ભીમ પરાક્રમી યવનો યમનાઘેર ગયાહતા. પણ સઘળું વિફળ નીવડયું એક માત્ર વિશ્વાસઘાતક સ્વદેશદ્રોહી શિલાદિત્યના આચરણે સઘળું બરબાદ થઈ ગયું. તે દુરાચારે જે સ્વદેસને સર્વ નાશન કર્યો હત. તો વિરવર બાબરનું શોણિત સિક્ત, મસ્તક યુદ્ધ સ્થળે પડત નિપાતિત રજપુતના છેડાયલા મસ્તક એકઠાં કરી વિજયી બાબરે રણ સ્થળે તેના મોટા મોટા ઢગલા કર્યા. બાબર વિલાસથી ઉલ્લસિત થઈ પિતાની ભયસૂચક ગાજી ” નામને ઈલકાબ ધારણ કરી મેટા સમાહે થેડો સમય ત્યાં રહયેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy