SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભનું સિંહાસના પણ ઈ. ૧૮૩ શાંતિ ભેગવતે હતે. તારાબાઈ તેના જીવનનું જીવન અને આશાની આશા હતી. દગ્ધ મરૂ સ્થળની શાંત શ્રોતસ્વીની તારાબાઈ હતી. તારાબાઈ જન્મથી દુઃખના કેડમાં ઉછરી હતી. તે રાજનંદિની હતી.ગારવશાળી પવિત્ર સોલંકી વંશની કુલ સરેજીની હતી. તારાબાઈ જ્યારે બાલ્યાવસ્થામાં બાપના પડખામાં બેસી પૂર્વ પિતૃ પુરૂષોની ગુણ કથા પિતાના મુખથી સાંભળતી ત્યારે તે આનંદિત અને પુલકિત થતી. તારાબાઈ પુરૂષને પહેરવેશ પહેરી ઘોડે ચઢી ધનુબણ ધારણ કરી યુદ્ધ કરવાને શિખવા લાગી. તે તે કામમાં એવી કુશળ થઈ જે ઘોડા ઉપર ચઢી, અથર્થ સંધાને, બાણુ ફેંકવા લાગી, રાવપુરતાએ ઘણીવાર તેડાતકને ઉદ્ધાર કરવા મહેનત કરી હતી. તેની સાથે વીરનારી તારાબાઈ કાઠીયાવાડી ઘોડા ઉપર ચઢી તેની સાથે જતી હતી. તે તેડાતંકના ઉદ્ધાર માટે યુદ્ધમાં ઉતરી હતી. તેના અપૂર્વ યુદ્ધ કેશળને દેખી ઘણા શુરવીર અવનત મસીક થઈ ગયા હતા. તેના અવ્યર્થ બાણ સંધાને અનેક યવન સૈનિકે, યમના ઘેર પહોંચ્યા હતા. એ વીર સ્ત્રીના વિરત્વનું અદભૂત વિવરણ રાજસ્થાનમાં પ્રસિદ્ધ થઈ ગયું અનેક રજપુત તે રમણીય રત્ન મેળવવા ઉત્સાહિત થયા. પણ સુરતાનનું પણ વૃત્તાંત સાંભળી તેઓ તે કામમાં અગ્રેસર થવા સાહસી થયા નહોતા. રાજશુરતાને એવું પણ કરેલ હતું જે “જે રજપુત યવનના હાથમાંથી તોડાતકને ઉદ્ધાર કરી શકે તેજ ઈનામમાં, તારાબાઈને પામી શકે ” છેવટે યમલ સાહસ કરી બેદરમાં આવ્યું અને તારાબાઈનું પાણી ગ્રહણ કરવાને તેણે ઈચ્છયું, પણ વીરનારી તારાબાઈ દંભથી બેલી, “તેડાતંકને ઉદ્ધાર કરે, ત્યાર પછી મને પામશે.” જયલ્મલ તેમ કરવા સંમત થયે તારાબાઈના રૂપથી તે એટલો બધો મુગ્ધ થઈ ગયે હતું, જે તેણે પિતાની પ્રતિજ્ઞા પાલન ન કરતાં, અન્યાય ઉપાયે તેને હસ્તગત કરવા તેણે ઉપાયે જ્યા. સુરતાન તેના એ અન્યાય ઉપાયથી દગ્ધ થયે તેણે તેને વધ કર્યો. જે સમયે, આ ઘટના ઘટી તે સમયે સંગ અજ્ઞાત વાસમાં હતે. પૃથ્વીરાજ પણ નિવસિત હતો. જયમલ્લને મેવાડને ખરો ઊત્તરાધિકારી, સઘળા લેકે માનતા હતા. પણ તે જ્યમલ્લ દુભાગ્યવશ, સુરતાનના હાથે હણાય. તેથી રાયમલ ના હદયમાં કોધ અને ઘાંસાને ઉદય થયે. સભાસદોએ જયમલના મૃત્યુનું વિવરણ રાણાને જણાવ્યું તેઓએ, શુરતાનના આચરણનું પ્રતિફળ આપવા રાણાને ઉકે, રાણાએ ઉદાર ભાવે તેઓને કહ્યું જે “જે મુખે, એવી રીતનું અગ્ય કર્મ કરી એક આબરૂદાર અને આફતમાં આવેલા રજપુતને અપમાનિત કરવા ચેષ્ટા કરી તે મુખે પિતાના દુરાચારનું ઉપયુક્ત ફળ મેળવ્યું. ઉદાર હૃદય રાણો રાયમલ એવા મહિમાસુચક વચને બેલી મુંગે રહે. તેણે તે શોલંકી સરદારને બેદનેર જનપદ ભુમિવૃત્તિમાં આપી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy