________________
૧૮૨
ટડ રાજસ્થાન,
પામે. અડખે પડખેનાં ગામડાં સળગાવી દઈ પૃથ્વીરાજે મીનલેકેને ઉપયુક્ત સજા આપી. સઘળા મીનલેકે પૃથ્વીરાજના અને તેના અનુચરના હાથમાં પડયા. માત્ર એક કિલ્લા શીવાય સઘળે ગદવાર પ્રદેશ પૃથ્વીરાજના કબજામાં આવ્યું, તે કીલ્લાનું નામ દેશુરી હતું, તે ચેહાણ રજપુતના કબજામાં હતે.
મીન લેકના હાથથી ગદવાર જન પદને ઉદ્ધાર કરી. તેને શાસન ભાર પૃથ્વીરાજે ઉઝા અને સદાને સેં . સદા સોલંકીએ તે સમયે સદગડને કબજે કર્યું હતું. પાટણના ધ્વંસ પછી તેને કઈ પૂર્વ પુરૂષ તે સઘળા પાર્વત્ય પ્રદેશમાં આશ્રય કરી રહેલ હતે. સદાએ, માદ્રેચા ચારણની પુત્રી સાથે વિવાહ કર્યો, એટલેકે તે સસરાને પક્ષ છેડી પૃથ્વીરાજના પક્ષમાં રહેવા રાજી નહોતે. પણ વિજયી રાજકુમાર પૃથ્વીરાજે, શુરી નગર વિગેરે તેને ભૂમિવૃતિમાં આપ્યાં. તેથી સદા તેને પક્ષ છોડી શકે નહી. તે સમયે પૃથ્વીરાજના કાર્યો રાણાને શ્રવણચર થયાં. રાણાએ પૃથ્વીરાજ ઉપર સંતુષ્ટ થઈ તેને નગરમાં પાછે બેલા.
પૃથ્વીરાજ પિતૃરાજ્યમાં પાછા આવ્યું, તે સમયે જ્યમલ્લને ઘાત થવાથી તેના સૌભાગ્યનું દ્વાર પરિષ્કૃત થયું. આવશ્યક બધે આ સ્થળે જયમલના મૃત્યુનું વિવરણ આપવું એગ્ય છે. પ્રાચીન તક્ષશીલા તાડાતંક નામે કહેવાતું હતું. તે તાડાતંક, રાય શુરતાન નામના એક રજપુતના કબજામાં હતું. જે ચાલુક્ય રાજાઓએ દીર્ઘકાળ અણહીલવાડ પાટણમાં રાજ્ય કર્યું. આ તેને વંશધર રાવ સૂરતાન હતે. ઈસ્વીસનના તેરમા સૈકામાં યવન વિર અલ્લાઉદીનના બાહુબળના પ્રભાવે, સૂરતાનના પૂર્વજોએ અણહીલવાડ પાટણ છોડી ભારતવર્ષના મધ્ય પ્રદેશમાં આશ્રય લીધે. ત્યાં વસી, રાજ્યચુત સોલંકી રાજપુતોએ પ્રાચીન તક્ષક કુળાધિક્ત તેડાતંક કબજે કર્યું. પણ તેના વંશધરે. લાંબા સમય સુધી ત્યાં રાજ્ય કરી શક્યા નહી, છેવટે સૂરતા રાવને પ્રસિદ્ધ અફગાન વીર લીલે ત્યાંથી કહાડી મુક્યો. ત્યાંથી તે નીસરી આરાવલ્લીના પાદ પ્રદેશસ્થિત બેદનેર નગરમાં આશ્રય લઈ, તે સુખે દુઃખે સમય કહાઢવા લાગ્યું. તેના પેટે તારાબાઈ નામની એક પરમ સુંદર પુત્રી પેદા થઈ. તે તારાબાઈ તેના દુઃખની યંત્રણાની અને કષ્ટની શાંત્વના થઈ પડી. જ્યારે જ્યારે તે શેક સાગરમાં ડુબી અત્યંત પીડત થાત ત્યારે તે આનંદદાયિની તારાબાઈનું મુખ કમલ જોઈ
એ ભૂમિત્તિના દાનપત્રમાં પૃથ્વીરાજે પોતાના વંશધરોને દિવ્ય આપી સુચવ્યું છે જે કેઈએ તે ભુમિત્તિ પાછી લઈ લેવી નહી. તેના વિશધરે હજી સુધી તેની સુચના પાળે છે.
* પ્રાચીન તક્ષક લેક સ્થાપત્ય કળામાં વિશેષ પારદર્શી હતા. તેની પ્રતિતિ, તક્ષશીલાના મહેલ વિગેરે જેવાથી થાય છે. હાલ તે તે નગર સંપુર્ણ રીતે વિધ્વસ્ત છે. તે પણ તેના વંસ રાશીમાંથી તેમાં પ્રાચીન ગોરવના અનેક ચિન્હો નીસરી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com