________________
રાજસ્થાનના છત્રીશ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૫૫ તેઓનું આદિસ્થાન ભારતભૂમિ જે ન કહેવાઈ હોત તે અવશ્ય સ્વીકારવું જોઇએ જે ઘણુ જુના કાળમાં તેઓનું વંશતરૂ ભારતવર્ષમાં રોપાયેલ હેવું જોઈએ, શાથી કે ભદ્રમાં માલુમ પડે છે જે મેવાડના રાજા પૂર્વ પુરૂષ
જ્યારે વલભીપુરના સીહાસને બેઠેલ હતા ત્યારે સૈરવંશ, તેઓની સાથે લગ્નાદિ સંબંધ બંધાયેલ હતા.
રિવંશ, સૂર્યોપાસક હતા, તે તેના નામથી જ નિવિંવાદ રીતે સિદ્ધ થાય છે. તેના નામ ઉપરથી સારા એવું નામ પડેલ છે, તેણે અનેક નગરની સ્થાપના કરી છે. તે સઘળા નગરોમાં દેવબંદર વિશેષ પ્રસિદ્ધ છે. સોમનાથના પ્રસિદ્ધ મંદિ. રની અને બીજા કેટલાંક દેવાલયની તેણે પ્રતિષ્ઠા કરી છે.
એમ કહેવાય છે જે દેવબંદર અધિપતિ ચારવૃતિને અવલંબન કરી ભિન્ન દેશવાસી વેપારીના વહાણમાંથી વેપારનો સામાન લુંટતે હવે, તેથી સમુદ્ર તેના ઉપર રેષ પામી, તેના નગરને નાશ કર્યો. અહિં દંતકથા ઉપર ભરૂસો રાખવાને નથી. પણ તાત્કાલિક વાણિજ્ય અવસ્થાની આલોચના કરવાથી સચ ધી શકાય છે. ભારતવર્ષ તે સમયે, આરબ દેશ સાથે વાણિજય વ્યાપારથી બધેલું હતું. આરબીય વેપારીઓ વેપારને શામાન લઈ સારાષ્ટ્ર પ્રદેશમાં આવતા હતા. કારણ કે ભારતવર્ષનું વેપારનું પ્રધાન સ્થળ તે દેવબંદર હતું. એટલે કે દેવબંદરના રિરાજાઓ તે બંદર પાસે થઈ જશેઆવતા વેપારીના વહાણમાં લુંટ. ફાટ કરતા હતા તે ઉપરથી આરબ દેશવાસીઓ દળથી સારષ્ટ ની સરહદ ઉપર આવી તે પ્રદેશનો નાશ કરવાને તતર થયા હતા અને ત્યાંથી તે લેકે એ એરવંશને હાંકી કહાડ્યા, તે રાજ્યના ઇતિહાસથી માલુમ પડે છે, જે સરવંશ, દેવબંદરથી વિતાડિત થયે ત્યાંથી નીકળી તેણે મેવાડના રાજાને આશ્રય લીધે.
ત્યારપછી સંવત્ ૮૦૨ ( ઈ. સ. ૭૪૬ ) માં સરકત્પન્ન બાણ રાજાએ અણહીલવાડ પાટણની સ્થાપના કરી. તેની પહેલાં વલ્લભીપુર સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાનીના નામથી પ્રસીદ્ધ હતું. પણ જ્યારે અણહીલવાડ પાટણની સ્થાપના થઈ ત્યારે વલ્લભીપુરની સમૃદ્ધિ રહી નહી. ત્યારે બાણની અભિનવ રાજધાની, તેને ઠેકાણે આબાદીવાળી અને સમૃદ્ધિવાળી થઈ.
અણહીલવાડ પાટણ, મહારાજ બાણુના વંશધરેના કબજામાં એકસે ચોરાશી વર્ષ રહ્યું-તેમાં કમાન્વયે આઠ પુરૂષે રાજ્ય કર્યું. છેવટે તે વંશધરનો છેલ્લો
સૈારાષ્ટ્ર સૈરરાષ્ટ્ર શબદને અપભ્રષ્ટ શબ્દ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com