SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ટૌડ રાજસ્થાન, રાજા ભેજ ગાદીએ બેડે, જે તેને ભાણેજથી સીંહાસનથી ભ્રષ્ટ થયે તેમ થવાથી અણહીલવાડ પાટણમાં સૈરવાશનું આધિપત્યપણું સર્વથા નષ્ટ થયું.* તક્ષક અતિ પ્રાચીનકાળમાં શાકટ્રીપ ( સીથીયા ) થકી તે સઘળા મહાવીર પુરૂષો હીંદુસ્તાન ઉપર ચઢાઈ કરી આવેલ હતા. તેમાં તક્ષક પ્રધાન છે, તક્ષકનાં તે વિશાળવશ થકી ભિન્ન ભિન્ન શાખા પેદા થઈ ચારે દિશા તરફ વિસ્તાર પામી. જે જીતવંશ, અસંખ્ય ગેત્રમાં ભેદ પામેલ છે, તે જીતના અસંખ્ય ગેત્રમાં અસંખ્ય મહાવીરે પેદા થયા છે તે છતવંશ એ તકવંશ પાસે ઘેડી પ્રતિષ્ઠાવાળો થઈ જાય છે. આબુલગાઝી તે તક્ષકને તુંકને પૂત્ર કહે છે. ચીનના ઈતિહાસવેત્તાએ તેને કયક કહે છે બેએ તેને નકારી કહેલ છે. તે તકારીઓએ, સુપ્રસિદ્ધ બાકટ્રીયા * સોલંકીના વિવરણમાં લખેલ છે જે ઈ. સ. ૮૩૧ માં ભોજરાજાનું મૃત્યુ થયું, તેને દેધિત્ર મૂળરાજ તેની ગાદીએ બેઠો પણ આ સ્થળે તે બાબતમાં સંપૂર્ણ વિપરિતપણું જોવામાં આવે છે. ટોડસાહેબે શા માટે આવીરીતની ગડબડ કરી દીધી તે કાંઈ માલુમ પડતું નથી. એલ્ફીન્ટનપ્રણીત “ભારતવર્ષના ઈતિહાસમાં વળી એક પ્રકારનું વિવરણ મળી આવે છે જે “ સારકુળને છેવટનો રાજા અપુત્રક અવસ્થામાં મરી ગયો તે ઈ. સ. ૮૩૧ માં પરલોકવાસી થશે. તેને જમાઈ તેના રાજસીંહાસને બેઠે ” હવે સઘળા મનમાં કો મત સત્ય છે તેનો વિચાર કર દુષ્કર છે. એ સઘળા મત બિજાકારમાં છે ખરા, પણ વિશેષ સાવધાનપણથી તેને વિચાર થાય તો તેમાં એક જાતનું ગૂઢ એકય રહેલ છે તેમ માલુમ પડે છે તે ત્રણે મતને પાઠ કરવાથી એમ તે નિશ્ચય થાય છે જે ઈ. સ. ૯૩૧ માં સેકુળનું પર્યાવસાન થયું. અણહીલવાડ પાટણમાં ચાલુકાનું રાજ્ય સ્થપાયું. તે પહેલે ચાલુકયરાજ કઈ સૈારકુળની સ્ત્રીના પેટે જન્મ્યો હતો. તે સ્ત્રીને પુત્ર કે સ્વામીએ રાજ્યનું આધિપત્ય મેળવેલું હોવું જોઈએ તેમ થવાથી થયેલ ગડબડ દૂર થાય છે. વિશેષ વિવેચના કરી જેવાથી સિદ્ધાંત ઉપર આવી જવાય છે જે માતામહના મૃત્યુ ઉપર મળરાજ તે ગાદીએ બેઠે. પણ તે બાલક હોવાથી, તેને પિતા જયસીંહ રાજકારેબારની દેખરેખ રાખને હતે. * આબુલગાઝી કહે છે જે નકાને ત્યાગ કરી, આ પૃથી ઉપર ઉતર્યો. તેણે તેના ત્રણ પુત્રને અવનીમંડળ વહેંચી આપ્યું. તેના નાના પુત્ર જાફેટને “કત૫સામાથ” નામને પ્રદેશ મળશે કાસ્પીયન સરોવર અને ભારતવર્ષના મધ્યમાં રહેલ પ્રદેશ, “ કતપસામાય " નામે પ્રસિદ્ધ હતો, એમ કહેવાય છે જે જાફેટે તે પ્રદેશમાં અઢીસો વર્ષ રાજ્ય કર્યું. અનટના આઠ પુત્ર થયાં તે આઠ પુત્રમાંથી મોટાનું નામ તુર્ક હતું અને સાતમાનું નામ કામારી હતું. તુર્કના આઠ પુત્ર થયા. તેમાં મેટા પુત્રનું નામ તનક હતું. તનક પછી ચોથી પહેડીએ મોગલ નામે એક આશામી અવતર્યો. પ્રસિદ્ધ ગુજખાં તે મોગલને પુત્ર હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy