SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૩૯ ગારવવાળા યુગ ચાયા હતા. તે બે મહાપુરૂષમાંથી પ્રથમ-હીંદુરાજ ચક્રવર્તી ઉજજયિની નાથ મહારાજ વિક્રમાદિત્ય દ્વિતીય હીંદુ રાજકુળ તીલક દિલ્લીશ્વર મહારાજ અનંગપાળના સમયમાં કુરૂક્ષેત્રના છેલા લેહીલેડાણ યુદ્ધથી ભારતર્ષનું જે ગારવ અને જાહેરજલાલીવાળું દ્રષ્ટિગત થાતું હતું તે યુદ્ધના અન્તર પછી ભારતવર્ષને ગેરવરૂપી સૂર્ય અંધકારમાં ઢંકાઈ ગયે હતે. પણ એ ગાઢ અંધકાર દૂર કરી, પ્રચંડ ભાસ્કરની જેમ પ્રકાશી, એક મહાપુરૂષ અમરાવતી સરખી અવંતીનગરીના સીંહાસને બેઠે; જેની કીર્તિ, ભાતિ, અને ગેરવગરિમા, સઘળા ભારતવર્ષમાં ઉજજવળ થઇ રહેલ હતાં. જેની મહાસભામાં પંડિત લેકેએ ભારતમાતાના કંઠમાં અમૂલ કઠાભરણ પહેરાવ્યા હતાં તે મહા પુરૂ પનું નામ રાજાધિરાજ વિક્રમાદિત્ય હતું, મહારાજ વિક્રમાદિત્ય જે રાજકુળમાં જન્મે હતે તે રાજકુળ હાલ અંધકારરૂપી સાગરમાં ડુબી ગયું છે. આજે તેનું સાધારણ ચિન્હ પણ રહ્યું નથી. એટલે સમય તેણે ઉજજયનીના સીંહાસન ઉપર બેસી કાર્ય કુશળતાથી રાજપાટ ચલાવ્યું તેટલે સમય, વિદ્યાગુણને સુવર્ણયુગ થઈ રહ્યા હતે. મહારાજ વિક્રમાદિત્યનું રમણીય નામ હીંદુ સંતાન ભૂલે તેમ નથી. જ્યાં સુધી જગતમાં સંસ્કૃત ભાષાની ચર્ચા રહેશે ત્યાં સુધી વિકમાદિત્યને શક જગતમાં ચાલુ રહેશે. મહારાજ અનંગપાળનું કેટલુંક ચરિત આપણે ઉપર કહી ગયા છીએ હવે તેના સંબંધમાં વધારે બોલવું પિષ્ટપેષણ જેવું અને ચર્વિત ચર્વણ જેવું છે. માત્ર એટલું બોલવું જરૂરનું છે જે એ મહાપુરૂષે, પિતાના સંજીવનમંત્ર બળે પતને ભૂખ અને મોતના બીછાને સુતેલા ઈ દ્રપ્રસ્થને ફરી ઉજજીવિત કરી દીધું હતું. તે, મહારાજ વિક્રમાદિત્યના આવિર્ભાવ પછી આઠસો વર્ષ ઉપર પેદા થઈ ઈસ્વીસન ૭૯૨ ( સંવત ૮૪૮) માં ઈદ્રપ્રસ્થના સીંહાસને બેઠે. તેણે ઈંદ્રમથના નાશ પામેલા ગારવને પુનરૂદ્ધાર કર્યો. મહારાજ અનંગપાળ પછી વશ રાજાઓ ઈદ્રપ્રસ્થના સીંહાસને કેમે કમે બેઠા. તેમાંહેલે છેવટને રાજા અનંગપાળ હતું તે બીજ અનંગપાળ અપુત્રક હતે તેને બીજે કઈ ઉતરાધિકારી મળે નહિ તેથી પિતાના દૈહીત્ર ચેડાણ પૃથ્વીરાજને ઈસ્વીસન ૧૧૬૪ ( સંવત્ ૧૨૨૦ ) માં દીલ્લીનું રાજ સીંહાસન સેંપી દીધું અને વૃદ્ધાવસ્થાથી શાંતિમયી મુનીવૃતિ ધારણ કરી. જ્યારે તે આ લેકને ત્યાગ કરી પરલોક ગમે ત્યારે તેની સાથે પ્રસિદ્ધ તૈયાર કુળને અંત આવ્યો. ૧ ચાવેલું ચાવવા જેવું. જ તૂવાર લે, એક સમયે વિશાળ રાજ્યને અધિકાર કર્યો હતે. આજ માત્ર બે નગરે તના ગરવનાં ચિન્હરૂપે હયાત છે તેમાં પ્રથમ નગર તુવારગઢ અંબરના દક્ષિણ તીરે આવેલ છે ક્રિતીય નગર પટ્ટનનુ પાટવતી ( જે હાલ જયપુર રાજ્યના તાબામાં છે. ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy