________________
રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૩૭ છેડી દીધું. ત્યારપછી તેઓ સિધુનદના પરપારે રહેલ જાબાલીસ્તાનમાં ઉપનિવિષ્ટ થયા, અને તે જ પ્રદેશમાં તેઓ પિતાનું રાજપાટ સ્થાપવા અભિલાષી થયા. ત્યાં તેઓએ પ્રસિદ્ધ શ્રીજની નગરીની સ્થાપના કરી. તે જાબાલીસ્તાનમાં યાદવેનું આધિપત્ય દઢ રીતે સ્થપાયું હતું, એક સમયે, તેઓએ પોતાના આધિપત્યને દૂર સમરકંદસુધી વિસ્તાર્યું હતું. પણ વિધિલિપિના અવસ્થંભાવી વિધાનાનુસારે તેઓ લાંબે સમય ત્યાં રાજ્ય કરી શકયા નહિ. ભટ્ટ ગ્રંથમાંથી માલુમ પડે છે જે તેઓ તે પ્રદેશમાંથી પાછા ફરી ભારતવર્ષમાં આવી વસ્યા.
શ્રીકૃષ્ણના એ વેશધર, શી દૈવઘટનાથી ફરીવાર ભારતવર્ષમાં આવ્યા તે વિષયને નિશ્ચિત્ત કરવાનું પુરેપુરૂં અસંભવિત છે પણ તે સંબંધે, જુદા જુદા ઐતિહાસિકોએ જે જુદા જુદા મત દર્શાવ્યા છે તેમાંથી સાર સંકલન કરી એટલું અનુમાન કરી શકાય છે જે એલેકઝાંડરના પરવતી ગ્રીક રાજાઓએ તેઓને તે પ્રદેશમાંથી હાંકી કહાડ્યા તેજ કારણને લઈને યદુવંશધરે ફરી ભારત વર્ષમાં આવી પડ્યા.
ભારતભૂમિમાં આવ્યા કે યદુ વંશજો પંજાબમાં આવી રહ્યા. ત્યાં શાળભાન પુર નામનું એક નગર તેઓએ સ્થાપ્યું. તે નવા સ્થાપેલ નગરમાં તેઓ વધારે વખત રહી શક્યા નહિ. ત્યાંથી પણ થોડા સમયમાં શત્રુઓએ તેઓને હાંકી કહા
વ્યા, ત્યારપછી તેઓને રાજસ્થાનના મહાક્ષેત્ર મરુક્ષેત્રમાં રહેવાની ફરજ પડી, તે સમયે, તે ક્ષેત્રમાં લગહ, જાહીયા, મહીલ વીગેરે અસભ્ય જાતિઓ રહેતી હતી. યાદવોએ, તેઓને દૂર કરી તે પ્રદેશ કબજે કર્યો અને ત્યાં તેઓ કમે ક્રમે પિતાનું રાજ્ય વિસ્તારવા લાગ્યા અને ત્યાં ઘણા નગરની સ્થાપના કરી તે નગરોમાં જટીનેટ દરવાળ અને યશલમીર વિશેષ પ્રસિદ્ધ થયા.
દેવ દુર્ઘટનાના પ્રચંડ પ્રભાવે, જ્યારે યાદવે જાબાલીસ્તાનથી નાશી ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓ અનેક ગેત્રમાં વહેંચાયેલા હતા. તે સઘળા ગેત્રમાં ભટ્ટીગેત્ર વિશેષ મશહુર છે. તે અત્યંત પ્રબળ પાકમી થયું. કાળક્રમે તે ભટ્ટીગેત્ર યદુકુળમાં વિશેષ પ્રતિષ્ઠાવાળું થયું.
યદુકુળની એક પ્રસિદ્ધ શાખાનું નામ જાડીજા હતું, તે શાખા શ્રીકૃષ્ણના વંશધરોની છે. યદુકુળના દવંસ પછી તરતજ એ શાખાને મૂળ નાયક બાકી રહેલ પરિવારને લઈ ભારતવર્ષના પશ્ચિમ પ્રદેશ તરફ ચાલ્યા. ભઠ્ઠીવંશની જેમ
જ ઇસ્વીસન ૧૧૫૬ (સંવત ૧૧૧૨ ) માં યશલમીરની પ્રતિષ્ઠા થઇ તે પ્રતિષ્ઠા થઈ તેના અગાઉ યદુવંશધરે દુર્વ પત્તન નામના શહેરમાં વસ્યા હતા. તે શહેર તેઓએ એક અસભ્ય જતિ પાસેથી છીનવી લીધું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com