________________
કથાઓ એટલી બધી સુંદર-બેધક અને રસપૂર્ણ છે કે તેને માટે કાંઇપણ વિવે ચન કરવા કરતાં કાઈપણ મનુષ્યને વાંચી જવાની સુચના કરવી યોગ્ય લાગે છે કે જેથી તેની રસિકતા, અને ગ્રંથકર્તા મહાશયની ઉત્તમ પ્રકારની શૈલી ધ્યાનમાં આવી જશે.
આ ગ્રંથ મૂળ બ્લેક ૧૪૫૦] પ્રમાણમાં સંસ્કૃત ઉંચા પ્રકારની ભાષામાં આધિનમાસે દેવકુલ પાટકમાં શ્રીમાન મુનિસુંદરસૂરિ મહારાજે સં. ૧૪૮૪ માં રચેલે છે અને તેનું ધન શ્રી લક્ષ્મીભ નામના મુનિ કે જેઓએ ગુરૂભક્તિ અર્થે કરેલ છે.
આ ગ્રંથમાં મુખ્ય ચાર કથાઓ વિરતાર પૂર્વક આપેલ છે જે હવે સંક્ષે૫માં જણાવીયે છીયે.
૧. શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર ચંદ્ર અને વીરશુભાની કથા પ્રથમ આપવામાં આવેલ છે. જેમાં શરૂઆતમાં મંગલાચરણ રૂપ શ્રી વીરપ્રભુનીસ્તુતિ, સરસ્વતી દેવી અને ગુરૂસ્તુતિ કરવામાં આવેલ છે, જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ જિનધર્મની આરાધના કરવાથી ચંદ્ર અને વીરશુભાની જેમ ઈષ્ટ સંપદાઓ મળે છે તેમ બતાવી કથાને આરંભ કરે છે. પરમાત્માની ભાવપૂજા જેમ ચંદ્રને બેધદાયક થઈ પડેલ છે તે બતાવી તેના અધિકારી કેણુ હોઈ શકે? તે શાસ્ત્રાધારે જણાવેલ છે. આ કથાના નાયક ચંદ્રને વિદેશમાં પણ બીજી સહાયતા ન હોવા છતાં જિનભકત્યાદિ પુણ્યથી પોતાની પ્રતિજ્ઞાને સાધતા તે સંપત્તિ પામે છે અને વીરશુભા અબળા તેમજ પરતંત્ર છતાં, સ્વપરના સંકટમાં ધર્મને સાધતા તે સતી સ્ત્રી જેમ પ્રશંસાપાત્ર થઈ તેમ જૈનધર્મમાં જે દૃઢતા સખે, અરિહંતની ભકિત કરે વગેરે શ્રાવકધર્મના પ્રભાવથી તે મનુબે પણ અનેક સંપત્તિ પામે છે; તેમ જણાવી ચંદ્ર અને વીરશુભા છેવટે જિનપૂજા કરતાં, આવશ્યક સંભારતા, સાતક્ષેત્રે ધન વાપરત', પર્વ દિવસે પૌષધ લેતાં, શુદ્ધ સિદ્ધાંત ભણતાં, અર્થ વિચારતાં, ભવ્ય જીવોને બોધ પમાડતાં (પતાની પ્રિયા સહિત ચંદ્ર) પિતાને જન્મ સફળ કેવી રીતે કર્યો ? અને છેવટે પિતાની સ્ત્રી સહિત ધર્મનું આરાધન કરી તે દંપતિ દેવલેકે ગયા અને અંતે યારિત્ર ધર્મનાગે છેવટે મેક્ષના અનંત સુખ પામશે વગેરે ચમત્કારીક વર્ણન આ કથામાં આપી પ્રથમ કથા સંપૂર્ણ કરવામાં આવેલ છે. આ દષ્ટાંતથી જેઓ શ્રાવક ધર્મની આરાધના યથાયોગ્ય કરે છે તેઓ ચંદ્ર અને વીરશુભાની જેમ છેવટે અક્ષય સુખ પામે છે, તે સચેટ રીતે મંયકાર મહાશયે આ પ્રથમ કથામાં જણાવેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com