________________
પ્રસ્તાવના.
પવિત્ર જૈન ધર્મની જયપણું, અને પ્રશંસા દરેક કાળમાં એટલા માટે થાય છે કે, આ મહાન ધર્મના આચાર્યોની ઉપદેશક શક્તિ અસાધારણ હતી, વળી તેવા મહાપુરૂષોના હૃદયમાં સ્વધર્મને સ્વપ્રાણી વર્ગના કલ્યાણને અને જ્ઞાનને ઉત્કર્ષ કરવાની પ્રબળ ભાવના હતી. અને તે અભિલાષાપૂર્ણ કરવા માટે ચતુવિધિ અનુયોગને ઉદ્દેશી વિવિધ વિષયોના રસિક લેખ,ને ગ્રંથો જનસમાજના ઉપકાર માટે લખેલ છે. તે ચાર અનુયોગમાં ચરિતાનુયોગ (કથાનુ
ગ)ની યોજના વિશેષ ખેંચાયુકારક બનેલી છે, કારણ કે તેમાં ધર્મ, નીતિ અને વર્તનના એવા ઉત્તમ તો રહેલા છે કે જે તે મનુષ્ય જીવનને ઉચ્ચતમ બનાવે છે. આ સંસારના તાપથી તપી રહેલા અને મેક્ષના અનંત શિતળ છાયાનો આશ્રમ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષોને બહિરંગ અને અંતરંગ સાધન સંપાદન કરવાનું ખાસ સાધન કથાનુયોગના સુબોધક પ્રસંગ છે, અને ગૃહસ્થાવાસમાં રહી ઉચ્ચ જીવન વ્યતિત કરવાની ઇચ્છાવાળા ભવ્યજીવોને ધાર્મિક ઉપદેશક કથાઓમાંથી ઘણુંઘણું શીખવાનું વિચારવાનું અને તે પ્રમાણે સદ્દવર્તન શીખવાનું તેમાંથી મળી શકે છે, જેથી સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂ૫ રેગ પ્રસ્ત જીવોને ચરિતાનુગ (કથાનુયોગ ) એક રસાયન રૂપ છે. આ કથાનુયોગને ગ્રંથ તેજ છે, કે જેમાં પવિત્ર આહંતધર્મના વીર મહાત્માઓની કીર્તિથી તેજોમય, પવિત્ર ધર્મના રસમય ભાવનાથી
રીત ચરિત્ર આકર્ષક અને આલ્હાદ ઉપન્ન કરે છે, કથાનુયોગના રસિક વિષયમાં સુમુખનુપાદિકચાર કથા યુક્ત આ ચરિત્રને લેખ ઉત્કૃષ્ટ પદે આવે છે. આ ઉપદેશક, સરલ, સુબેધક અને રસિક કથાના લેખક ધુરંધર પંડિત મહાન આચાર્ય શ્રીમાન મુનિસુંદરસૂરિ મહારાજ છે કે જેના અનેક ઉમેત્તમ ગ્રંથ પ્રકટ થયેલા છે, કે જે ઉપરથી તેમની અપૂર્વ વિદ્વતા, કૃતિ અને જનકલ્યાણની ઉત્તમોત્તમ ભાવના સિદ્ધ થઈ શકે છે. આ ઉપદેશાત્મક ગ્રંથમાં આવેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com