________________
[૮]
ઇચ્છું છું અને જૈન નામધારી સર્વ ધર્મ બંધુઓ પણ શુદ્ધ સાચે જૈન ધર્મ જાણે, સમજે, પાળે અને અનુસરે એ જ એક ઇચ્છાથી આ પુસ્તક પ્રગટ કરેલ છે. અને જે સત્ય લાગ્યું તે મેં મારી ફરજ સમજીને સમાજ પાસે મૂકેલું છે. જેને જે ઠીક લાગે તે પ્રમાણે તે અનુસરે.
પરંતુ એક વાત દરેક વાંચકે યાદ રાખવી જોઈએ કે સત્ય વાતને સત્ય તરીકે ન સ્વીકારાય તેમાં મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ભવભ્રમણ વધારનાર છે. માટે ભવ-ભીરૂ રહીને સત્યને અપનાવવું એ દરેક મુમુક્ષુ જેનનું ધર્મ-કર્તવ્ય છે.
સાધુસાધ્વીઓ હમેશાં સંપ્રદાયવાદને પિષનારા જ રહેલા છે તેથી તેઓ શ્રાવકશ્રાવિકાને મૂળ જૈન ધર્મના રસ્તે દેરવે એવી આશા રાખવી તે ફેગટ છે. માટે દરેક સમજુ શ્રાવકશ્રાવિકાએ પિતાની મેળે જ સાચે ધર્મ સમજીને તે પ્રમાણે વર્તવું એ જ કર્તવ્ય છે.
શેઠ નગીનદાસ ગિરધરલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com