________________
પ્રસ્તાવના
આ પુસ્તકને હેતુ ભગવાન મહાવીરે પ્રરૂપેલો જૈન ધર્મ એક જ હતા. તેમાં ફાંટા કે સંપ્રદાય નહતા. ત્યારે આજે જૈન ધર્મ અનેક સંપ્રદાયમાં વહેંચાઈ ગણે છે. તેથી મૂળ જૈન ધર્મ શું હતો અથવા શું છે તે દરેક જૈને જાણવાની જરૂર છે. કારણ કે ભગવાન મહાવીરના અનુયાયી તરીકે આપણે ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ શુદ્ધ જૈન ધર્મને જાણ અને અનુસરવે તે આપણી ફરજ છે. એમ કરીએ ત્યારે જ આપણે ભગવાન મહાવીરના સાચા અનુયાયી કહેવાઈએ.
જન ધર્મ એક જ હતા માટે એક જ રહેવું જોઈએ. એટલે કે જૈન ધર્મના સંપ્રદાયમાં ભેદભાવે મટી એકતા થવી જોઈએ. જૈન ધમની આવી એકતા માટેની મારી ધગસ મૂળથી જ હતી. તેમાં મારા અભ્યાસથી અને સ્વાધ્યાયથી મને જે સત્ય લાગ્યું કે મારે જૈન સમાજ પાસે મૂકવું જોઈએ એમ મારી એકતાની ધગસે પ્રેરણા કરી.
એમ કાંઈ એકદમ એકતા સધાઈ ન જાય તે તે હું સમજું જ છું, પણ એકતાના દેલન ફેલાવવામાં આવે તે અમુક થોડા વખતમાં તેની અસર થયા વિના રહે નહિ, એમ વિચારી મેં મારૂં “ મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાય” પુસ્તક તૈયાર કર્યું.
એ પુસ્તકના પ્રકાશનમાં મારો હેતુ એ જ હતું અને છે કે મૂળ જૈન ધર્મ શું છે તે બતાવવું, અને તે બતાવવા માટે મતભેદથી ક્યાં ક્યાં ખોટી માન્યતાઓ ઘુસી ગઈ છે તેની કેટલીક જરૂરની વિગત આપવી જોઈએ તે પ્રમાણે આપી છે. આ પુસ્તક મારા “જન ધર્મ અને એકતા” નામના પુસ્તકના અનુસંધાનમાં છે તે પણ તેમાં બતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com