SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૫૭ અથવા બીજી રીતે જોઇએ જેમ પથ્ય આહાર કરવાથી ખાનાર મનુષ્યને સુખ મળે જ અને અપશ્ચ ભેજન કરવાથી ભેજન કરનારને જ દુખ પ્રાપ્ત થાય છે. પણ આહારમાં વપરાયેલી વસ્તુને કાંઈ થતું નથી. તે જ પ્રમાણે પરમાત્મ-મૂર્તિની સ્તુતિ, ભક્તિ કે નિંદા હીલના કરવાથી અલિપત પરમાત્માને કાંઈ થતું નથી. પરંતુ નિંદા ને જ દુર્ગતિનું કર્મ ઉપાર્જન કરે છે અને પૂજક શુભ કર્મોપાર્જન કરી સવવમેવ સુમતિનું ભાન બને છે. બીજી વાત વિચારવાની એ છે કે—બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂર્તિ જેવાને નિષેધ કર્યો. પરંતુ સાક્ષાત્ સ્ત્રીના હાથે આહાર -પાણી લેવાને નિષેધ કર્યો નહિ. સ્ત્રીઓ દર્શન કરવા કે વંદન કરવા આવે, કલાકો સુધી વ્યાખ્યાન સાંભળવા બેસી રહે. ધર્મચર્ચા સબંધી પૂછપરછ કે વાર્તાલાપ કરે, ઇત્યાદિ કાર્યોમાં સ્ત્રીને સાક્ષાત પરિચય હોવા છતાં નિષેધ ન કર્યો અને અને યિામણવાળા મકાનમાં વસવાને નિષેધ કર્યો, તેનું શું કારણ? ચિત્રામણની સ્ત્રીની આકૃતિ માત્રથી કાંઇ આહાર–પાણી મળી શકતા નથી કે બોલવું ચાલવું થઈ શક્યું નથી. ચિત્રામણની સ્ત્રી ઉઠીને સ્પર્શ કરી શકતી નથી. છતાં શાસ્ત્રકારોએ તેને નિષેધ કર્યો. કારણ એટલું જ કે ચિત્ર કે મૂર્તિ તરફ જેવી ચિત્તની એકાગ્રતા થાય, મનમાં ખરાબ સંકલ્પ વિકલ્પ છે, ધર્મધ્યાનમાં બધા પચે તથા કર્મબંધન થવાના પ્રસંગે ઉપસ્થિત થાય તેવા, ધર્મનિમિત્તે સાક્ષાત પરિવારમાં આવનાર સ્ત્રી-પસમમાં સંભવતા નથી. કારણ કે ત્યાં અશુભ માગે ચિત્તની એકાગ્રતા કરવાને અવકર સાધુને ભાગ્યે જ મળે છે. તારે. મકાનમાં સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર હોય તે તે તથા વારંવાર ધારી ધારીને નિહાળવાનું અને તેમાં વિની તથા મનની હીનતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy