________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧૩૭
-
-
-
-
મૂર્તિપૂજકોએ ઊંડો વિચાર કરી હિંસાના પ્રકાર પાડવા જેવી ભૂલને સુધારી લેવી જોઈએ.
હિંસાની વ્યાખ્યા જેન સિદ્ધાંત પ્રમાણે હિંસાની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાયઆત્મદનપૂર્વક જીવને સમભાવથી આત્મવત્ જાણુને, દેખીને તેમને ઉપયોગથી બચાવતાં છતાં જે કોઈ જીવ પિતાના શરીરથી હણાઈ જાય તે ફકત વ્યહિંસા થાય, ત્યાં ભાવહિંસા નથી.
ભગવાનને સચેત વસ્તુને ભોગ ધરતી વખતે તેમાંના અને આમવત સમભાવે જાણીને ઉપરથી તેમનું રક્ષણ કરવાની ક્રિયા થતી નથી. જે એવો ભાવ પૂજકમાં હોય તો તે તે સચેત વસ્તુને હાથ પણ લગાડે નહિ કારણ કે ફકત સ્પર્શથી જ કેટલાય જીવ મરી જાય છે.
જે આવા ભાવની ઉપેક્ષા કરીને વિષય કષાયની પ્રવૃત્તિમાં જ હિસા ગણવામાં આવે તે પણ દશમા ગુણસ્થાનક સુધી કષાયની સત્તા છે અને નવમાં ગુણસ્થાનક સુધી કષાયને ઉદય છે તે ત્યાં સુધી કયાં છૂટા થવાય તેમ છે?
ધર્મના નામે સમારિક વસ્તુઓથી સાંસારિક રીતે પ્રવૃત્તિ કરીને સંવર નિર્જરાની આશા રાખવી એ આત્મવંચનાવાળું ખોટું આશ્વાસન છે.
કૂલ માટેની દલીલ મૂર્તિપૂજામાં કુલ વપરાય છે તેને બચાવ કરતાં મૂર્તિપૂજકે દલીલ કરે છે કે ભગવાનના સમવસરણમાં પણ દેવે સચેત ફૂલની વૃદ્ધિ કરે છે તેને તેને વાંધો આવતો નથી ત્યારે પૂજાના ફૂલ માટે કેમ વાંધો લઈ શકાય ! આ તેમની દલીલ ખેતી છે. જુઓ -
સમવસરણમાં દેવે ક્રિય અચેત પુષ્પ અને અચેત પાણીની દષ્ટિ કરે છે, તે માટે શ્રી રાજપક્ષીય સત્રમાં સ્પષ્ટ પાઠ છે. સુર્યાબાદેવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com