________________
મૂળ જૈન ધર્મ અને લાગે. સ્વાભાવિક ક્રિયા સિવાયની બીજી ક્રિયામાં તે જીવના ભાવ પ્રમાણે પાપ તથા પુણ્યનો બંધ પડે. - હિંસા થતી હોય ત્યાં હિંસા માનવામાં આવે છે તે મિચાવ નથી. પરંતુ હિંસા હોવા છતાં તેમાં બિલકુલ હિસા નથી એમ માનવામાં આવે તે ત્યાં મિથ્યાત્વ ગણાય.
હિસાવાળા અનુષ્ઠાનથી સંવર કે નિર્જરા થવાનું પણ માની શકાય નહિ.
જૈન ધર્મને પાયે અહિંસા ઉપર જ રચાય છે, અને તેથી સૂત્રમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે હિંસા તથા અહિંસાના બારિક વર્ણને કરેલા છે. છતાં તેમાં કયાંય હિંસાના ત્રણ પ્રકાર પાડેલા નથી. હિંસાના ત્રણ પ્રકાર છે તે મુખ્ય વાત કહેવાય અને જ્યારે બારિકમાં બારિક વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે હિંસાના પ્રકાર જેવી મુખ્ય વાત છોડી દેવામાં આવે એવું બની જ ન શકે.
એટલે પિતાના મતની પુષ્ટિ માટે આપમેળે હિંસાના પ્રકાર પાડવા જેવો હિંસાને ન અર્થ ઉપજાવવો એ તો સર્વજ્ઞ ભગવાનની અને ગણધર ભગવાનની ભૂલ સુધારવા જેવું કામ ગણાય. તેરાપંથી તે તીર્થકર ભગવાન ભૂલ કરે એમ માને છે પણ શ્વેતાંબર મૂર્તિપૂજકો, આવી રીતે ભગવાનની ભૂલ કાઢી બતાવે તે નવાઈ જેવું છે.
પાપ બહુ થવું અને પુણ્ય ઘણું હોય ત્યાં સમુચ્ચયે બોલતાં તેમાં પાપ નથી એમ વ્યવહારથી સામાન્યપણે કહી શકાય પરંતુ નિયમ તરીકે અથવા સિદ્ધાંત તરીકે વાત કરતા વખતે તેમાં પાપ નથી એમ કહી શકાય નહિ અથવા તેમાં પા૫ નથી એ સિદ્ધાંત સ્થાપી શકાય નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com