________________
( ૩૦) રીને હજારવિદ્યાઓનું સ્મરણ કરતે એમને નાશ કરવાને માટે આ અષ્ટાપદ પર્વત વાલી મુનિ સહીત લવણ સમુદ્રમાં ફેંકી દેવાને તે પૃથ્વીને ફાડીને અષ્ટાપદની નીચે આવીને ઉપાડ. તીર્થના રક્ષણ માટે વાળી મુનિએ કાઉસગધ્યાને ઉભાં ઊભાં માત્ર પગના અંગુઠાથી ગિરિને જરા દબાવ્યું. ત્યાં તો રાવણનાં ગાત્રે શિથિલ થઈ ગયાં. મુખમાંથી રૂધિર વમવા માંડયું ને ભૂજાઓ ભાગી પડવા લાગી. રાડ પાડીને રાવણ રેવા લાગ્યા. ત્યારથી તે રાવણને નામે ઓળખાયે. દયાળુ મુનિએ એને છોડી દીધું. તરતજ રાવણે બહાર આવીને વાલી મુનિને ખમાવ્યા, તેમની ક્ષમા માગી. ભરતમહારાજાએ કરાવેલા ચૈત્યમાં દર્શન કરવા ગયે. રૂષભાદિક અહં તેની અષ્ટપ્રકારી પૂજા કરી ભકિતપૂર્વક નાટારંગ કર્યો. એ ભક્તિથી પ્રસન્ન થઈને ધરણે એને અમેઘ વિજયા શક્તિ અને રૂપવિકારિણી વિદ્યા આપી પોતે પોતાને સ્થાનકે ગયા. રાવણ પણ નિત્યાલોકમાં જઈ રત્નાવળીને પરણીને લંકામાં ગયા.
ઉપર રાવણ દિગવિજય કરવાને નિક. ચંદ હજાર વિદ્યાધરની સાથે ખર રાજા પાતાલ લંકા પતિ તથા સુગ્રીવ પણ પોતાની સેના લઈને સાથે ચાલ્યા. સર્વે વિદ્યાધરે અને રાજાઓને જીતતા તે વિધ્યગિરિની તળેટીએ રેવા
જીના કિનારા ઉપર આવ્યો. ત્યાંને સુંદર દેખાવ જોઈ પડાવ નાંખે. ત્યાં રેવાજીમાં વિહાર કરતા માહિષ્મતીના રાજા સહસાંશુને જીતીને બાંધી લીધો. પણ પાછળથી એના પિતાના કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com