________________
(૧૬૬ ) ઉદાસ ઉદાસ થઈ ગયા. બળરામ એને યમુનાના કાંઠે લઈ ગયા. કૃષ્ણને ઉદાસ ચહેરો બલરામની ધ્યાનમાં હતા જેથી માર્ગમાં ચાલતા બલરામે પૂછ્યું “વત્સ ! શા માટે ખેદ કરે છે? તારે તેજવંત ચહેરે આટલો બધો ફીક્કો કેમ છે?”
બલરામનાં વચન સાંભળીને કૃષ્ણ ગદગદ કંઠે બોલ્યા. બાંધવ! તમે મારી માતાને દાસી કહીને કેમ બોલાવી?” - હવે રામે એને સમજાવવા માંડયું “વત્સ! એ કાંઈ તારી ખરી માતા નથી ! તેમ નંદ ગોપાળ તારે પિતા નથી પણ દેવક રાજાની પુત્રી દેવકીજી તારી માતા છે અને વિશ્વમાં અદ્વીતીય વીર તેમજ મહા સભાગ્યવાન વસુદેવ આપણા પિતા છે. પ્રતિ માસે એ તારી વહાલી માતા તને જેવાને આવે છે. વચનથી બંધાઈ ગયેલા આપણું પિતા વસુદેવ હાલમાં મથુરામાં છે, સમજ કે કંસના નજર કેદખાનામાં છે. હું તારે મોટા ભાઈ છું તારી ઉપર વાત્સલ્યભાવવાળા પિતાએ બાલ્યાવસ્થામાં તારી રક્ષા કરવાને મને અહીં મોકલ્યા છે.”
ઓહ! આ તમે શું કહે છે? શું મારાં માતા પિતા દેવકીજી અને વસુદેવ છે.પિતા એવા સમર્થ છતાં કયા શત્રુની ભીતિએ મને અહીં ગેપ છે!”
મથુરાપતિ કંસની પ્રતિવિઠ્ઠ જરાસંઘના જમાઈની? એણે તારા છ ભાઈઓને જન્મતાં જ મારી નાંખ્યા તને સાતમા ભાઈને મારવાને પણ એણે અનેક પ્રયત્ન કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com