SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪ર ) ચડાવી જંગલમાં પરિભ્રમણ કરવા લાગ્યા. દરરોજ પુષ્પાદિથી એ મૃત શરીરની પૂજા કરતાં બલરામને છ માસનાં હાણ વહી ગયાં. | સ્નેહ એ સંસારમાં દુત્યજ્ય વસ્તુ છે. આહા ! યુદ્ધના મેદાનમાં શત્રુઓનાં ભયંકર લેહમય બંધનો છેદનારે માણસ પણ સ્નેહના બંધનને તોડી શકતો નથી. તેના પાસથી બંધાયેલે પ્રાણું નહી કરવા યોગ્ય કાર્ય કરે છે. કેમકે નેહ એ સંસારમાં પ્રાણીઓને અભેદ્ય બંધન છે. એટલે જ તે દુઃખે તજી શકાય તેવું છે. નેહનું મોટામાં મોટું બંધન બળદેવ અને વાસુદેવોને જ હોય છે. અરસપરસ એ બંધને જે સ્નેહ હોય છે તે તેમને પ્રિયા, પુત્ર કે અન્ય નજીકનાં સંબંધી જનમાં પણ હોતું નથી. જગતમાં સ્નેહનું તીવ્રમાં તીવ્ર બંધન તે વાસુદેવ અને બલદેવનું જ? બળરામને એવી રીતે અટન કરતાં જ્યારે છમાસ પૂરાથયા ને વર્ષાકાળ આવ્યું તે સમયે બળભદ્રને સિદ્ધાર્થ નામે સારથી બળરામની રજા લઈને દેવ થયે હતો. તેણે અવધિજ્ઞાનથી પિતાના સ્વામી બલરામને કૃષ્ણનું મૃત કલેવર લઈને ફરતા જોયા. જેથી પિતાના વચન પ્રમાણે આફતના સમયમાં બલરામને બંધ કરવાને મૃત્યે લોકમાં આવ્યા પહેલાં એમણે માગી લીધું હતું કે, મારા સંકટના સમયમાં જે તું દેવ થાય તે મને મદદ કરજે. એમ વિચારીને તે દેવ સત્વર પૃથ્વીઉપર આવ્યું. અને બલભદ્રના માર્ગમાં પર્વત ઉપરથી ઉતરતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy