________________
૧૨૬
શુભસંગ્રહ ભાગ ૧ લે . નથી ડરતે, નથી ગભરાતે; પણ હથેળીમાં મારું માથું લઈને જાઉં તે ટાણે, રાણજી! તમારી સંભાળ કોણ લેશે ?”
“સંભાળ ?” તે વીરક્ષેત્રાણિ તડૂકીઃ “રાજપૂતની કન્યાની સંભાળ કેવી ? મારી સંભાળ લેનાર હું સિંહણ જેવી બેઠેલી છું. નાથ! સુખેથી પધારે. જે અનાથ બાળાએ પિતાને ઉદ્ધાર કરવા કાજે રાણુજીને સંદેશા પાઠવ્યા છે, તેની સહાયમાટે આપ ભલે પધારે. યશના આવા પ્રસંગ ઝાઝેરા હાથ નથી આવતા. પધારો અને મેવાડની તથા ચંદાવતની કીતિને તેજવંતી કરો !”
તેજવંતીજ રહેશે, રાણીજી ! સલેબરાના તે સરદારની અક્ષય કીતિ ! એકજ શબ્દ ઉચ્ચારું છું. મારા પ્રયાણકાળે મારી એકજ સૂચના છે. રાણીજી ! ચંદાવતોના આ પરમ કીર્તિશાળી કુળની પ્રતિભામયી કીર્તિને ઝાંખ લાગે એવું કશુંય આચરણ ન બને.”
“એ શું? નાથ! હાડાની કન્યા પિતાને સ્વધર્મ નથી સમજતી ? તમે પૂર્ણ શાંતિથી યુદ્ધ સિધાવો.”
પતીપત્નીએ-ગઈ કાલેજ પરણેલાં એ નરનારે એકબીજાની વિદાય લીધી. જાણે છેલી જ વાર ન હોય તેમ બંને એકબીજાને ભેટયાં ને હદયદાન દીધાં–લીધાં; ને છેલ્લું ચુંબન દેતી વેળા રત્નસિંહ બે – “જાઉં છું, હાડીજી ! કહી તે વાત ધ્યાનમાં રાખજો. તમારું સ્વત્વ...!
સરદાર ગયા.
આખા શહેરમાં દુંદુભિનાદ થઈ રહ્યો. રાણા રાજસિંહ એક અનાથ બાળાની વહારે જતા હતા. સારૂં શહેર ગાજી રહ્યું, નિશાનડંકા વાગ્યા અને સવારી ચાલી. નગરનાં નારીજને ઝરૂખામાંથી, અગાશીમાંથી, બારીમાંથી એ વિજયયાત્રા નિહાળી રહ્યાં. હાડી ચંદ્રમુખી પિતાના ઝરૂખામાંથી, એ સારુંય દશ્ય જોઈ રહી.
સવારી સહેજ દૂર ભાગ્યેજ ગઈ હશે. હાડીરાણું ઝરૂખામાંજ ઉભી ઉભી એ દૃશ્ય જોઈ રહી હતી. એવામાં પાછળ સાદ સંભળાય - રાણીછા'
રાણી પાછું ફરી જુએ છે તો પતિને રાવત ઉભો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com