________________
શૂરવીર પતિને મહાસતીની ભેટ
૧૨૭
૧/
કેમ રાવત ? ' ઝરૂખામાંથી દિવાનખાનામાં આવી પ્રશ્નસૂચક આખાએ 'ચ'દ્રમુખીએ પૂછ્યું.
-
‘પ્રણામ, રાણીજી! સરદાર ગયા. જતાં જતાં એક વાત આપને સંભારવાનું મને કહેતા ગયા છે. રાણીજી! ચંદાવતાના કુળની કીર્તિને કશુંયે કલંક ન આવે, એ ધ્યાનમાં રાખજો. એટલા શબ્દો રત્નસિંહજીએ કહાવ્યા છે.' રાવતે સંદેશા સુણાવ્યા.
હાય ! સરદારને આ શી લગની! હાડી રાણીને રામે રામે સતીત્વ વ્યાપી ગયું:–રાવત ! તારા સરદારને એક વસમી ચિંતા લાગી છે. હાડી રાણી પેાતાની ગેરહાજરીમાં શીલ કદાચ ન સાચવે એવી એમને ભ્રમણા લાગી છે; પણ હાડીના રુધિરનું એક એક બિંદું, ક્યાં તત્ત્વામાંથી ઘડાયું છે, તેની સરદારને ખબર નથી.' ખીંટીએ લટકતી તલવાર હાડીએ ઉપાડી અને મેલીઃ “રાવત ! યા, તમારા સરદારને કાજે યુદ્ધે જતી વખતની એક સરસ ભેટ તમને આપું છું, તે તેમને આપવા લઇ જને. આ ભેટમાં એમની સર્વ ભ્રમણાઓના સંપૂર્ણ જવાખ છે. લ્યે, આ ભેટ સરદારને દૃષ્ટ દેજો.”
રાવત ‘હાં હાં’ કરતા આગળ ધસે તે પૂર્વે પેલી તલવાર હાડીના ગળાની આસપાસ ફરી વળી. સતીના શરીરમાંથી જાણે તેજની એક જ્વાળા પ્રગટી નીકળી. જૂદા પડેલા મસ્તકને એ વિડાણા હાથે ઝાલી રાવતના હાથમાં આપ્યું અને પેાતાનું છેલ્લું કર્તવ્ય બજાવીને એ ધડ ધબ દઈને ભૂમિપર પડયુ..
×
x
×
પેાતાના હૃદયની એકજ નિળતા કાજે ચ’દાવતસરદારે પાશ પાશ આંસુ સાર્યાં; ને હાડીરાણીના એ મસ્તકને હૃદયદેશે સ્થાપવા તેમણે ચેાટલાવડે તેને ગળામાં ધારણ કર્યું. તે દિવસથી સ્વમાં આતુર નયને વાઢ નેઇ રહેલી એ વીરાંગનાને ભેટવા તેને પ્રાણુ ઝંખી રહ્યો; ને–ને આત્મ અલિદાનના દૃઢ નિશ્ચય કરી યુદ્ધમાં તેમણે પેાતાની આહુતિ માપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
X
www.umaragyanbhandar.com