________________
મીઠી વાણીથી પુછયું કે “હે દેવાણુપિયા ! આપે સહસરૂટ ભરાવેલ છે તે સહસ્ત્રકૂટના સહસ્ત્ર જીનનાં નામ તે આપે. શ્રી ગુરૂના પાસે ધાર્યા હશેજ નહિ વારૂ? કે હવે ધારશે?” આ પ્રશ્ન સાંભળી નગરશેઠ બોલ્યા કે “મહારાજ હું નથી જાણતું ! ” આ જવાબ આપતાં સાથે શેઠની જીજ્ઞાસા વધી. આ સમયે પાટણમાં સંગીમુનિ શિરદાર શ્રીમદ જ્ઞાનવિમલસૂરિજી બિરાજતા હતા. તેમની પાસે શેઠજી ગયા અને વિધિ પુર:સર વંદના કરી સહસ્ત્રનાં સહસ્ત્ર જીનનાં નામ આગમમાંથી કાઢી જણાવવા વિનંતી કરી.
આ પરથી શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ શેઠને કહ્યું કે –“ સહસટનાં નામ અવસરે જણાવશું.” કવિ પણ કર્થ છે કે આગમની કુંચી તે કઈ વિરલાજ જાણી શકે. અને ખરેખર આગમ રૂપી મહાવજૂદ્વાર ખેલવા માટેની ચાવી તે કઈ મહાન વિબુધ જન જ પ્રાપ્ત કરી શકે છે, વળી અભ્યાસ કરતાં પણ સ્વાનુભવની વાત કાંઈ ઓરજ છે. અહિં શ્રી જ્ઞાનવિમળાજીને સહકુટનાં નામ સ્મરણમાં ન હોવાથી અવસરે જણાવવા કહી શેઠને વિદાય
કર્યા.
એક સમયે શ્રી પાટણમાં શાની પળમાં ચામુખવાડ પાસેના જીનાલયમાં સત્તરભેદી પૂજા ભણાવવામાં આવી, અને પ્રભુ ગુણ સ્તવનાની ઝડી વરસવા માંડી. આ પૂજામાં શ્રીમદ્ જ્ઞાનવિમસૂરિજી પધાર્યા, અને શ્રાવકનાં મન બહુજ હરખ્યાં. ત્યાં દર્શનાર્થે શ્રીમદ દેવચંદ્રજી પણ બહુજનવૃંદ સમેત પધાર્યા, અને પ્રભુને નમી સ્તવી બેઠા. એવામાં નગરશેઠ સંસાર સમુદ્રથી તારનાર પ્રવહણરૂપ એવા શ્રી જીનેશ્વરનાં દર્શનાર્થે આવ્યા, અને - દેરાસરમાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીને જોઈ પ્રથમ પતે સહસ્ત્રકુટનાં નામ માટે કરેલ પ્રશ્ન યાદી દેવરાવી ખુલાસો કરવા કહ્યું, ને કહ્યું કે “મહારાજ ! અવલોકન કરતાં ઘણે સમય ગયો ! આમ ધર્મનાં કામ કેમ થાય ?” ત્યારે શ્રીમદ્ જ્ઞાનાવમલજી બોલ્યા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com