________________
કરવા માંડે. કઈ રીતે શ્રી દેવચંદ્ર ઉત્કૃષ્ટ અધ્યયન કરી વિશ્વ વિખ્યાત થઈ પોતાના આત્માનું હિત સાધી શકે ? આ વિચાર કરતાં કરતાં વિચાર ખુર્યોકે દેવચંદ્રને જે સરસ્વતી મંત્રનું આરાધન કરાવી શકાય તે ઘણું જ ઉત્તમ. એમ ધારીને સુન્દર વેણાતટપરના વેલાડુ ગામના એક ભોંયરામાં શ્રી દેવચંદ્રજીને રાખીને તેમની પાસે વાચક શ્રી રાજસાગરજીએ એકાગ્રચિત્તે શ્રી સરસ્વતીની આરાધના કરાવવા માંડી, અને ભાગ્યશાળી એવા શ્રી દેવચંદ્રજીએ પણ પિતાને અતિશય હિતકર એવી આ આરાધના પ્રસન્ન અને એક ચિતે કરવા માંડી. પરિણામે શ્રી શારદાએ આ ભક્તની એકાગ્ર અને શુદ્ધ ભક્તિથી પ્રસન્ન થઈ તેની જીન્હા વાસ કર્યો. આ પછી શ્રીમદ વિશેષ ઉદ્યમ અને ભાવ પૂર્વક અભ્યાસમાં દત્તચિત્ત બન્યા, અને સદગુરૂ શ્રી રાજસાગરજી પાઠક, અભ્યાસમાં હેમને સ્કાયકવા લાગ્યા. અને સરસ્વતી પ્રસન્ન થતાં તત્ત્વજ્ઞાનના વિકટ અધ્યયનમાં પણ શ્રીમદ્દ દેવચન્દ્રજીની તીવ્રતા અતિશય વૃધિંગત થઈ શાસ્ત્રાવ્યાસ,
- હવે શ્રીમદે શાસ્ત્રાભ્યાસ કરવા માંડશે. પ્રથમ વડુ આવશ્યક અને જેનલીનું પૂર્ણ તથા આધ્યયન કર્યું. તત્પશ્ચાત શ્રીન વીરજીનેશ્વરે ભાખેલાં સૂવ સિદ્ધાંત અવગત કરી લીધાં. જેથી કરીને મિથ્યામત ટળતાં સ્વમાગ પોષક બન્યા. આ બધુ શીખી પ્રઢ બન્યા પછી અન્ય દર્શનનાં શાસ્ત્ર જેયાં. વ્યાકરણ. પંચકાવ્ય, આદિ અનેક શાખાનાં અધ્યયન કરી તેના અને અન્ય સ્વરૂપમાં જાણી લીધા. ષધ કાવ્ય, નાટક, ન્યાતષ જોયાં. તથા શીખી લીધાં, અઢારે કપ, કૌમુદી, મહાભાષ્ય પિંગળ. સ્વરોદય, આદિ તમામ ઉપયોગી સાહિત્ય ગ્રંથ શીખી લીધા. વળી તવાર્થ, આવશ્યક બૃહદવૃત્તિ, કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યજી વિરચિત યોગ શાસ્ત્ર આદિ અનેક ગ્રંથો, શ્રી હરિભદ્રસૂરિ તથા
શ્રી યશોવિજયજી વિરાસત તમામ મહાગ્રંથનું અધ્યયન કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com