________________
તત્પશ્ચાત્ ગુરૂશ્રી વિહાર કરી જાય છે. અને, ગર્ભ પ્રતિપાલન કરતાં જીવન ધર્મારાધનમાં વિતાવતાં ધન બાઈને-- શુભયોગે શુભ મુહુર્તે, સુપન લઘું એકદીન, વિ. સ. ૧૦ શય્યામાં સુતાં થકાં, કિંચિત્ જાગ્રત્ નિંદ. વિ. મેરૂ પર્વત ઉપરે, મીલી ચોસઠ ઈન્દ. જિન પડિમાને ઓચ્છવકરે, મિલીયા દેવનાવૃદ. વિ. અર્ચા કરતા પ્રભુતણી, એહવું સુપને દીઠ. વિ. ઐરાવણ પર બેસીને, દેતા સહુને દાન. વિ. સ. ૧૨ એહવું સુપન તે દેખીને, થયા જાગ્રત તકાલ. વિ. અરૂણોદય થયો તક્ષિણે, મનમેં થયે ઉજમાળ. વિ. સ. ૧૩
દે. વિ. પૃ. ૧૦ આવું ઉત્તમ સ્વપ્ન આવે છે. શુભાગે શુભ મુહૂર્તે, પાછલી રાત્રે કેક જાગ્રત્ સુષતિજેવી અવસ્થામાં “મેરૂ ગિરિવરપર ચેસઠ ઈન્દ્રમળી જિનપ્રતિમાને ઉત્સવ કરે છે. દેવાના વૃંદ પ્રભુને અર્ચા કરે છે. તથા ઐરાવત હાથી પર બેસીને સહુને દાન દે છે.” આવું ઉત્તમ સ્વપ્ન જોઈને ધનબાઈ જાગૃત થાય છે, ને તત્કાળ અરૂણોદય થાય છે. પોતે તનમાં બહુજ રળિઆત થઈ અમેદને પામે છે. મહાન પુરૂષના પ્રાકટયનાં આ પૂર્વ ચિન્હો છે. અને એ સ્વપ્ન દર્શન પ્રમાણે જ શ્રીમદ્દ (ધનબાઈના પુત્ર) તેવાજ પ્રકારે પૃથ્વીતલને પાવન કરી અનેક ભવ્યજીને, સંયમ રૂપી હાથી પર બેસી અધ્યાત્મ તત્તવજ્ઞાનનું મહાદિવ્ય દાન દેતા દેતા, આત્માનું આરાધન કરતા કરતા ઉચ્ચ પદારૂઢ થઈ ગયા છે. એજ બતાવી આપે છે કે શ્રમદુનાં માતાને આવેલ ઉત્તમ સ્વપ્ન સત્ય અને સાર્થક હતું જ. રખાટ
ઉપરોકત શુભ સ્વપ્ન જોઈ જાગૃત થઈ પૂર્ણ પ્રમોદને પામતાં ધનબાઈ તે સુન્દર સ્વપ્ન કોને કહી સંભળાવવું તેને વિચાર કરવા લાગ્યાં. જે કોઈ અપાત્રના સાનિધ્યમાં તે દિવ્ય સ્વનિ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com