________________
એક વિશાળ મનહર ઉપાશ્રય ૧૯૭૮ માં શરૂ કરી ૧૯૭૯ માં પૂર્ણ કર્યો. આમ થવાથી આ નવિન ઉપાશ્રય પુરૂષ વર્ગ માટે તેમજ જુને સ્ત્રી વર્ગ માટે વપરાય છે.
આ નવિન ઉપાશ્રયમાંજ સૂરિશ્વરજી શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સં. ૧૯૮૦ નું પિતાનું અંતિમ ચાતુર્માસ કર્યું હતું.
આ ઉપાશ્રય માટે ઘણો ખર્ચ થવા સંભવ હોઈને સુશ્રાવિકા સીતાબાઈને સાગરગચ્છે તે બંધાવી આપવા વિનંતી કરતાં તેમણે તે સહર્ષ સ્વિકારી જણાવ્યું જે “મારૂ સદ્ભાગ્ય કે મારી લક્ષ્મીને સદુપયેગ થશે ” આમ જણાવીને વિશાલ સુંદર ઉપાશ્રય પોતાના પતિની આજ્ઞાનુસાર સાગરગચ્છની જમીન પર બંધાવી સાગરગચ્છને માટે ધર્મ ક્રિયા કરવા સાગરને અર્પણ કર્યો.
આવી ઉદારવૃત્તિવાળાં સુશ્રાવિકા સીતાબાઈએ પિતાના પતિના સ્વર્ગગમન બાદ પણ અનેક સુકાર્યો નીચે પ્રમાણે કર્યો છે.
૧ પિતાના પતિના સ્વગમન બાદ શહેર આકેલાથી પેથાપુર આવીને વિશાપોરવાડ સમસ્ત જ્ઞાતીમાં પીતલની નળીએનું ૧૯૭૮ માં લ્હાણું કરીને રૂ. ૩૦૦૦) આશરે ખર્યા હતા.
૨ પિતાના પતિ પાછળ ચાખળાને વરે એટલે બહાલી નાત કરી રૂ. ૧૫૦૦) આશરે ખર્યા હતા.
૩ સં ૧૯૭૯ માં શ્રી ( શત્રુંજય ) પાલીતાણાને સંધ સ્પેશીયલ ટ્રેઈન મફતે (પિતાના માથે જવા આવવાને ખર્ચ રાખી) પેથાપુર (સ્ટેશન રાંધેજા થઈ) થી કાઢી આશરે રૂ. ૨૦૦૦૦) ખર્ચા હતા.
૪ હાલને સાગરગચ્છને નવિન ઉપાશ્રય રૂ. ૨૦૦૦૦) ખર્ચ બંધાવ્યું.
૫ આ ઉપાશ્રયના વાસ્તુ મુહુર્તમાં ૧૯૭૯ માં શાંતિસ્નાત્ર ભણાવી આશરે રૂ. ૨૦૦૦) ખર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com