________________
LXII કહી શકાય તેમ છે અને થોડું થોડું લખતા કહેતાં પણ ઘણે વિસ્તાર થઈ ગયો છે તે બીજું કઈ બીજ સમયે અને સ્થળે કહેવા લખવાનું રાખી વિસ્તારભયથી આટલું જણાવીને અત્યારે સંતેષ પકડે છે.
૮૪. દેવચંદ્રજી ઘણે પ્રસંગે શુષ્ક કવિ લાગે છે. આનંદઘનજી શાંત સાથે રસિક કવિ છે, દેવચંદ્રજીનું બહુશ્રુતપણું છે અને જ્ઞાની કવિ તરીકે શાસ્ત્રના કઠિન સિદ્ધાંત સરળ ભાષામાં લાવવા દેવચંદ્રજીએ પ્રયત્ન કર્યો છે પણ તેમાં સંપૂર્ણ સફળતા મળી નથી એમ મારે નમ્ર મત છે. અખો એમ માનતો હતો કે
જ્ઞાનીની કવિતા ન ગણીશ તેવું દેવચંદ્રજી સંબંધે કહી શકાય. દેવચંદ્રજીએ ભક્તિ કયાંક કયાંક ગાઈ છે પણ સમુચ્ચયે તેનામાં વિચાર અને બુદ્ધિવાદનું પ્રાધાન્ય છે. આ નિબંધનું મથાળું બાંધવામાં દેવચંદ્રજીને પંડિત કહેલા છે તે ખાસ હેતુપૂર્વક જ છે કારણ કે તેના શબ્દો પંડિતાઈને વિશેષ પ્રમાણમાં ઝળકાટ મારે છે. તે શબ્દોમાં, જોઈએ તેવું સુંદર-રસિક કવિને શોભાવે તેવું પદલાલિત્ય સર્વત્ર નથી–આનંદઘનજી ને યશેવિયાદિમાં જેવામાં આવે છે તેવું નથી. જેનેતર કવિઓ પૈકી અખે, પ્રીતમ, ધીરે, ભેજે આદિ સાથે દેવચંદ્રજીને સરખાવી શકાય પણ તે કરવાને પ્રયાસ 'વિસ્તારભયથી અત્ર સેવ્યો નથી. “અખાની વાણમાં સરળતા અતિશય છે-કઠિન સિદ્ધાન્તનું સૂમ પ્રતિપાદન છે; પણ પ્રીતમની વાણુ પાસે અખાની વાણી શુષ્ક લાગે છે. પ્રીતમની પંક્તિઓમાં મળતી મધુરતાનથી અખામાં, નથી ધીરામાં, નથી ભેજામાં અને નથી નિષ્કુળાનંદમાં. પદલાલિત્ય જેટલું પ્રીતમમાં તથા ધીરામાં છે તેટલું અખામાં નથી. પ્રીતમ શાંત તથા શૃંગાર રસમાં સરખી શક્તિ પ્રકટ કરવા જાય છે, પણ શૃંગારની છાયા તેના શાંત રસમાં પણ પ્રવેશે છે. પ્રીતમમાં જ્ઞાન અને ભકિતનું સમાન બળ છે, અખામાં વિચારપ્રાધાન્ય છે. ભેજામાં મમ વાણું જબરી છે અને ઘણે પ્રસંગે કાર છે.
આવે છે તેવું નથી. સન ને યશોવિજds
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com