________________
બાને?-સ્થત્ પોતાની મેળે ઉપશમી જાય છે તેમ વિષયવાંછા ટળવાથી મન પિતાની મેળે જ થાય અને મન રૂંધાયાથી મનની ચંચળતા મટે, તે વારે મન એકાગ્ર થઈને આત્માને વિષે પ્રવર્તે.............એ સૂત્રે પણ ચારિત્રને આત્મપરિણમજ કહીએ છીએ, પણ બાહ્ય ક્રિયારૂપ નથી કહ્યું......... ત્યારે શુદ્ધાત્મપગ અવસ્થાનરૂપ નિર્મળ ધ્યાનદશાની પરમ શીતળ શાંત સુગંધિની અનુભવ લેહેરીએનું આત્મા આસ્વાદન કરે, તે સુખ આપણે પાર્ગલિક સુખના ભીખારીઓ શું જાણીએ ?
૮૨. દેવચંદ્રજીને ધ્યાન ઉપર અતિ પ્રેમ હતું. તેપરના ગ્રંથ વાંચ્યા વિચાર્યા હતા. શુભચંદ્રાચાર્યના જ્ઞાનાર્ણવ વગેરે પરથી “ધ્યાનદીપિકા ચતુષ્પદી ” પિતે છ ખંડમાં બનાવી છે તેને હેતુ આ રીતે જણાવ્યો છે કે –
વૃથા જાણી જમ તજ, જાગો મિક્ષ નિમિત્ત ગ્રહે રાજ્ય સમભાવને, સંભાલી નીજ તત્ત. વલી કેણુ ઉપાય કરિ, જન્મ જાત દુઃખ જાય, તૃગણ વિષય તણી પ્રબલ, પ્રશમે કેણ ઉપાય. પૂજ્ય તેહ ગમાવિવા, કારણ કહીયે ગ્રંથ, કરિ ઉધમ અપને કહું, બંધ મેક્ષને પંથ. ઉચી ધ્વનિ કરિ ભવિકને, ગુરૂ છે એ ઉપદેશ જિણ આવેનિજ શુદ્ધતા, રહે ન દુર્ગતિ લેશ. (૧-૫૫)
૮૩. આ આ ગ્રંથ વાંચી મનન કરવા ચોગ્ય છે. ધ્યાન સંબધી આગમસારમાં પણ ટુકામાં તેના પ્રકાર વિગેરે બતા
વ્યા છે. (૧ લો ભાગ પૃ. ૪૮ થી ૫૪). ભાવના સંબધી પણ ત્યાંજ કહેવામાં આવ્યું છે. તેમજ “મુનિ પંચભાવના'ઉત્તમ પ્રકારે વર્ણવી છે (બીજો ભાગ પૃ. ~૧ થી ૯૨). આ સર્વ ઉપરથી દેવચંદ્રજી પ્રબલ અધ્યાત્મરસિક હતા એ નિર્વિવાદ છે. તેમના સંબષમાં તેમજ તેમના ગ્રંથ સંબધી ઘણું ઘણું લખીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com