________________
XLIY કહુકમતિના પ્રશ્નને ઉતર પણ આપેલ છે (૧-૯૬૧). અચળ ગચ્છનાયકના કથનને ઉલેખ પણ કરેલ છે (૧-૮૦૧). દિગંબર ગ્રંથે –
૫૫–દિગંબર ગ્રંથમાં મુખ્યત્વે નિશ્ચય ઉપર ભાર મૂકવામાં આવ્યે છે, અને તેમનામાં થયેલા સમર્થ પુરૂષોના ગ્રંથનાં પ્રમાણ પણ કેટલેક સ્થળે જોવામાં આવે છે તે પરથી તે તે ગ્રંથને અભ્યાસ પણ તેમણે કર્યો હે જોઈએ એ નક્કી થાય છે. દાખલા તરીકે જુઓ સમંતભદ્ર, દેવનંદી અને જિનસેનને ઉલ્લેખ –
સંમતભદ્રાદિક કવિની વાણિ, દીપંતી પ્રભવે સુપ્રમાણિ, તિહાં જ્ઞાનવધર જન કહે, ખજુઆ પરિ હાસે તે લહે. ૧૧ વિવિધ કલંક જિનવાણિ તણે, નાસક દેવનંદીથે છુ, જયવંતે જિનસેન વચન્ન, જાણે જોગી જિણ નિજ ધન્ન. ૧૨ શ્રી જિનવાણું પવિત્રિત મતી, અનેકાંત નભ સસિ દીધિતિ, ભવિ કલેસપીડિત આતમા, જોગી પથ ધરૂં ચિત્તમાં. ૧૩
પદ–આ ૨૦ વર્ષની વયે રચેલ ધ્યાનદીપિકા ચતુષ્પદીમાં આદિભાગમાં આપેલ છે (૧–૪૫૪) અને તે ચતુષ્પદી પણ દિગંબરાચાર્ય શુભચંદ્રના સંસ્કૃત ગ્રંથ જ્ઞાનાર્ણવ માંથી ભાષામાં કરેલ ભાવાનુવાદ છે.
પ્રસન્ન હૃદય જોગી તણે એ, ભાવના કરે ઉદાર, શુભચંદ્રાચારિજ કહ્યો એ, ભાવનાને અધિકાર. (૧-૪૫૯)
પંડિતજનમનસાગર ઠાણું, પૂરણચંદ્ર સમાન છે, શુભચંદ્રાચારિજની વાણું, જ્ઞાની જન મન ભાણ જી.
૨૧–આ ગ્રંથ શ્રી રામચંદ્ર જૈન શાસ્ત્રમાલામાં પરમકૃતપ્રભાવક મંડળ, ઝવેરીબજાર મુંબાઈ તરફથી પ્રકટ થયો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com