________________
XLII “ ત્યારે શુદ્ધાત્મપગ અવસ્થાનરૂપ નિર્મળ જ્ઞાનદશાની પરમ શીતલ શાંત સુગંધિની અનુભવ લહેરીઓનું આત્મા આસ્વાદન કરે, તે સુખ આપણે પિગલિક સુખના ભીખારીઓ શું જાણીએ. કહ્યું છે જે— “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કેણે કહીએ
–ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નરનારીરે-ભ. વિષયભેગક્ષય શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવ નામ, કહે અસંગ ક્રિયા ઈહાં પેગી, વિમલ સુજસ પરિણામરે–ભા. ૩
(૪) પંચમ સુમતિ સ્તd માં ટાંકે છે કે (૨–૧૯૪)
“બાકી સર્વ સંસારી જીવ, સત્તાર્યો પરમગુણ છે, પણ જેના ગુણ પ્રગટ થયા તે પૂજ્ય જાણવા. માટે શ્રી યશોવિજયછ ઉપાધ્યાયેં કહ્યું છે–ગાથા
જે જે અંશે નિરૂપાષિકપણું, તે તે કહિરે (જાણેરે) ધર્મ, સમ્યગ્દષ્ટિરે ગુણઠાણું થકી, જાવ લહે શિવ શર્મ.
(જુઓ સીમંધર સ્ત૦ ૧૨૫ ગાથાનું ઢાલ ૨ કી ૨૦ )
૫૩. (૨) આનંદઘનજી. આનું મૂળ નામ લાભાનંદજી હતું એ એક્કસ દેવચંદ્રજીના ઉપર જણાવેલ અને ઉલ્લેખેલ કથનથી પ્રતીત થાય છે. તેમને બીજો ઉલેખ ૧-૮૧૧ માં વિચારરત્નસારના ૧૧૪ મા પ્રત્તરમાં આ પ્રમાણે કર્યો છે – “પ્રશ્ન-સાપેક્ષ અને નિરપેક્ષ તે કેવી રીતે? ઉત્તર–સાપેક્ષ એટલે અપેક્ષા સહિત એટલે કાર્ય પડે ત્યારે કદાચ
પ્રસંગને લઈને તાડના તજનાદિ કરવું પડે તે પણ તે અંતરથી કે બહારથી નિર્દયપણે, અવિચારી રીતિ ન કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com