________________
XLI ઉત્તર જેમ વસ્તુ વિચારતાં, ધ્યાન ધરતાં મન વિશ્રામ પામે
છે, રસસ્વાદ સુખ ઉપજે છે, પરિણામ કરે છે, તે અનુભવ પ્રત્યક્ષ જાણવું, જેમ સાકરના એક ગાંગડાને ચાખી જોતાં હજાર મણ સાકરને અનુભવ થાય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવ અંશે આત્માને વળી કેવળી સદૃશ પ્રત્યક્ષ
અનુભવે. તેથી જ કહ્યું છે જે – અંશે હેય હાં અવિનાશી, પુદ્ગલ ( જાલ) તમાસીરે, ચિદાનંદ ઘન સુજસ વિલાસી, કેમ હોય જગને આસીરે. એ ગુણ વીરતણે ન વિસારૂં, સંભારું દિનરાતરે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમાકતને અવદાતરે. -૧
( આઠદષ્ટિ સવાધ્યાય-ઢાલ ૫ મી) ૮૦ મા પ્રશ્નોત્તરમાં જણાવ્યું છે કે – (૧-૭૦)
“આત્મદર્શન જેણે કહ્યું “તેણે મુંદ્ય ભવભયપણે” એમ શ્રી યશેવિજયજીએ પણ કહ્યું છે. આની સાથે ને સાથે જણાવ્યું છે કે “ તથા “ પ્રવચન-અંજન જે સદ્દગુરૂ કરે, તે દેખે પરમ નિધાન જિનેશર “એવું શ્રી લાભાનંદજીએ પણ કહ્યું છે.”—આ પરથી તે લાભારદજી તેજ આપણા આનંદઘનજી સિદ્ધ થાય છે.
(૨) ય૦ ના દ્રવ્ય ગુણપર્યાયના રાસને ઉલ્લેખ ૨-૬૦૮ અને ૨-૬૯૩ માં કર્યો છે; “હવે ભેદ ગુણના ભાખીએ, તિહાં આસ્તિકતા લહિયેંજી”—એ પાઠમાં દ્રવ્ય ગુણપર્યાયના રાસમાં યશોવિજયજી ઉપાધ્યાયે પણ આસ્તિકતા ધર્મને ગુણ કહી બેલાવ્યો છે. ” (સુપાર્શ્વજિન સ્તપર બાલા )
“(વસ્તુના) એ સ્વભાવ મહાપાધ્યાય શ્રી યશોવિજયજી સ્વકૃત દ્રવ્ય ગુણપર્યાયના રાસ મથે સમ છે. તિહાંથી જોઈ - લેવા. (ધર્મજિન સ્ત, પર બાલા )
(૩) આઠ દષ્ટિ સ્વાધ્યાય યશોવિજયજીની છે તેમાંથી ના પ્રમાણે ઉલ્લેખ કર્યો છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com