________________
તેઓએ સહર્ષ સ્વિકારી પિતાને વકીલાતના ધધાની, જૈન કેન્ફરન્સ, તેને અંગે ચાલતા “જૈનયુગ” માસિકના તંત્રી તરીકેની તથા અન્ય અનેક પ્રવૃત્તિઓ છતાં વખત કાઢી ઘણું પરિશ્રમ પૂર્વક વિસ્તૃત પ્રસ્તાવના (વક્તવ્ય) લખી આપેલ છે જેથી શ્રીમદ્દના સંબંધમાં તેમજ આ ગ્રંથના ઉપગીપણામાં સંગીન વધારે થવા પામ્યું છે તે માટે મંડળ તેમનું રૂણી છે.
આ મંડળના મૂખ્ય પ્રણેતા તથા પરમેપકારક, આ ગ્રંથના મૂખ્ય પ્રેરક યોગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર સદ્દગુરૂ મહારાજે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ કે જેઓશ્રીની પ્રેરણાથી જ આ ગ્રંથ પ્રકટ થવા પામ્યો છે તેઓશ્રીને અત્યંત ભક્તિભાવે ઉપકાર માનવામાં આવે છે.
આ ગ્રંથ છપાવવામાં પેથાપુર નિવાસી સુશ્રાર્વિકા બાઈ સીતા બાઈએ રૂ ૫૦૦ ) ની ઉદાર મદદ આવી છે તે માટે મંડળ તેમને ઉપકાર માને છે અને તેમનું અનુકરાણય ટુક જીવનચરિત્ર આ ગ્રંથમાં દાખલ કરવાનું ગ્ય વિચારે છે.
આ ગ્રંથની પડતર કિંમત વધારે આવવા છતાં મંડળના હમેશના નિયમ પ્રમાણે તેની કિંમત પડતરથીએ ઓછી એટલે માત્ર બાર આના રાખવામાં આવી છે કે જેથી તમામ વર્ગના મનુષ્ય તેને બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે.
છેવટે આવાં જીવનચા સે જીજ્ઞાસુ મનુષ્યને ઉત્તમ આત્મિક લાભ દાતા બને છે તેમ આ ગ્રંથ પણ થાઓ એવું ઈચ્છીએ છીએ ૐ શાંતિ શાંતિ શાંતિ.
પાદરા
સદગુરૂ ચરણોપાસક માગશર વદ ૧૦)
વકીલ. મેહનલાલ હીમચંદ. સં. ૧૯૮૨
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્ર. મં૦ તરફથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com