________________
સિસ ગરિમથી જ વિજયચ
XVIII તે તાસની યાત્રાનું વર્ણન છે. (પ્રાચીન તીર્થ માલા સંગ્રહભાગ. ૧. ૫. ૧૭૬ થી ૧૮૮) તેમાં છેવટની કીઓ આ છે – “ઉવઝાય વર શ્રી દીપચંદે, શિસ ગણિ દેવચંદ એ, તસ સિસ ગણિ મતિરત્ન ભાષે, સકલ સંઘ આણંદ એ.
૧૭. દેવવિલાસમાંથી જણાય છે કે તેમને (અન્ય) શિષ્ય નામે મનરૂપજી અને શાસ્ત્ર અભ્યાસી વિજયચંદ હતા. મનરૂપજીના શિખ્ય વકતુ જી અને રાયચંદ હતા. કવિ
૧૮. દેવચંદ્રજી ફિલસુફ ગણાય છે અને તેની ફિલસુફીની કઠિનતા જ્યાં ત્યાં દષ્ટિગોચર થાય છે. ચોવીશ જિનપર એક એક એમ વીશ સ્તવને રચ્યાં અને તેમાં પોતાની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન કુટી કુટીને ભર્યું છે તેથી તે સમજાવવાને પિતાને સ્વપજ્ઞ –બાલાવબોધ રચવો પડશે. વીશ વિહરમાન જિનપરનાં વીશ સ્તવને ચોવીશીની અપેક્ષાએ ઓછી ફિલસુખી વાળાં અને ઓછાં કઠિન-વિષમ છે; આથી પોતાના કાવ્યમાં પ્રાસાદિક ગુણ સહજ ભભુકી ઉઠતે નથી, જ્યારે યશોવિજયજીની તેમજ અન્ય પૂર્વગામી કાવઓની ને સમકાલીન તેમજ પછીના કવિઓની ચાવીશી–વીશી આદિ સ્તવને લેકે સમજી તેમાં આનંદ સરલતાથી લઈ શકે તેમ છે; આનંદઘનજીનાં સ્તવમાં લેકે સમજી શકે તેવી કાવ્યત્વવાળી ફિલસુફી અનુપમેય ભરી છે? છતાં પણ દેવચંદ્રજીનું પ્રાસાદિક કવિપણું તદ્દન અસિદ્ધ થઈ શકતું નથી. ક્યાંક ક્યાંક તે તે એવું સુંદર રૂપે દર્શન આપે છે કે આપણે બે ઘડી મુગ્ધ થઈ જઈએ. આનાં ચેડાં ઉદાહરણ અત્ર આપીશું –
૧૯. ચાવીશીમાંથી પ્રથમ જિન સ્તવન કેવું સરલ છતાં તક. બુદ્ધિ મિશ્રિત ભાવના–ભક્તિમય છે તે એક વખત ગાઈને સમજતાં તરતજ જણાય તેમ છે. ત્રષભ જિjદશું પ્રીત, કિમ કીજે હે કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિશું નવિ છે કે વચન
ઉરચાર કર૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com