________________
XVI પ્રશસ્તિ ), “ન્યાયાદિક ગ્રંથાધ્યાપક જેણે સાઠ વર્ષ પર્યત જિન્હાના રસ તજી શાકજાત તજીને સંવેગ વૃત્તિ ધરી એવા” ( ચોવીશીને બાલાવબોધ ), જ્ઞાનધર્મ ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય “રૂડા યશના ધણી, સુખના દેવાવાલા, એહવા તથા જેણે
શ્રી શત્રુંજય તીર્થ ઉપર શિવા સોમજી કૃત મુખની અનેક બિંબ પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિંબની પ્રતિષ્ઠા કરી, તથા સમેસરણ ચત્ય તથા કુંથુનાથ ચિત્ય પ્રતિષ્ઠા કરી, શ્રી રાજનગરે સહસ્ત્રફણા પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરી એહવા ” (ચોવીસીને પણ ટબે) એટલે કે “શ્રી શત્રુંજ્ય સમવસરણ મેરૂ પ્રમુખ અનેક ચિત્ય શ્રી રાજનગરે સહસ્ત્રફણાદિ અનેક સતીથની પ્રતિષ્ઠા કરી જેણે આત્મસાફલ્ય કર્યું છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકા)–એટલે કે –
'येन शत्रुनये तीर्थे कुंथुनाथाईतः पुनः चैत्ये समवसरणे प्रतिष्ठा विहिता वराः ॥ चतुर्मुखे सोमजीता कृते यः पूर्णतां व्यधात् । प्रतिष्ठां नैकबिंबानां चक्रे सिद्धाचले गिरौ ।। अहम्मदावाद मध्ये सहस्रफणाधनेकविंबानां । चैत्यानां च प्रतिष्ठां चकार यो धर्मदये ॥
-જ્ઞાનમંજરી પ્રશસ્તિ. એ જેણે કર્યું છે એવા મહાપુણ્ય કર્મ સંસાધનમાં ઉઘત એવા દીપચંદ્રપાઠક ઉપાધ્યાય થયા, અને તેહના “અધ્યાત્મ તત્ત્વરસના સ્વાદન રસિક, જિનાગમના અભ્યાસથી જેણે જિનાજ્ઞા રૂચિ પ્રાપ્ત કરી છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકાને અંતે), સંવેગ પક્ષી” (વિચારસાર પ્રશસ્તિ), “ધીમાન્” વિનેય-શિષ્ય દેવચંદ્ર ગણિ–પંડિત થયા. . ૧૩. દેવચંદ્રજીએ ત્રણ ઠેકાણે પોતાના ગુરૂ તરીકે રાજહંસ ગણિ (ગુરૂ પરંપરામાં જ્ઞાન ધમ પછી) જણાવ્યા છે અને તે જણાવતાં દીપચંદ્રજીને ઉલ્લેખ કર્યો નથી, જેમકે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com