________________
XM શ્રાવકને બુઝાવ્યા. ને ત્યાં તેથી ઘણાં ચિત્ય થયા. દેવચંદ્રજીના શિષ્ય મનરૂપજી અને તર્કશાસ્ત્રના અભ્યાસી વિજયચંદ હતા. મનરૂપજીના શિષ્ય વકતુછ અને રાયચંદજી હતા. સં. ૧૮૧૨માં ગુરૂ રાજનગર આવ્યા. ગચ્છનાયકને તેડાવી મહોચ્છવ કર્યા. દેવચંદ્રજીને ગપતિએ (આ જિનલાભ સૂરિ હવા ઘટે) વાચક પદ આપ્યું.
૮. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાન તત્વજ્ઞાનમય આપતા હતા. તેમણે શ્વેતાંબરીય હરિભદ્ર સૂરિ તથા યશવિજય વાચકકૃત ગ્રથને અભ્યાસ કરવા ઉપરાંત દિગંબરીય શાસ્ત્ર–ગામઠ્ઠસારાદિ વાંચ્યાં હતાં. અને ગુજરાત ઉપરાંત મુલતાન, વિકાનેરમાં પણ ચોમાસાં કર્યાં હતાં. તેમણે નવા ગ્રંથ ટીકા સહીત કર્યા તેનાં નામ–દે નાસાર (અપ્રકટ), નયચક, જ્ઞાનસાર અષ્ટક પર સં. ટીકા, કર્મગ્રંથપર ટીકા વગેરે. આ દેવચંદ્રજી અમદાવાદમાં દેશીવાડામાં બિરાજતા હતા, ત્યાં એક દિન વાયુ પ્રકોપથી વમનાદિ વ્યાધિ થતાં નિજ શિષ્યને બોલાવી શિક્ષા આપી કે “સૂરિજીની આજ્ઞા વહે, સમયાનુસારે વિચરજો, પગ પ્રમાણે સેડ તાણી સંઘની આજ્ઞા ધારજો.” આ વખતે શિષ્યોમાં મુખ્ય મનરૂપજી ને તેના શિષ્ય રામચંદ્રજી, વળી બીજા શિષ્ય વિજયચંદ્રજી ને તેના શિષ્ય રૂપચંદ્રજી, તેમજ સભાચંદજી વગેરે હાજર હતા. પછી દશવકાલિક, ઉત્તરાધ્યયન એ સૂત્રોનાં અધ્યયન સાંભળતાં અરિહંતનું ધ્યાન ધરતાં સં. ૧૮૧૨ના ભાદ્રપદ અમાવાસ્યાને દિને રાત એક પ્રહર જતાં દેવચંદ્રજી દેવગતિ આવેલા દેવાલયમાં (વિમળવણી લિટ્સ ૫. ૨૦૭ નં. ૨૮૫ બુલર સંગ્રહ) મળી આવે છે તેને સાર આ પ્રમાણે છે –
સંવત ૧૮૧૦ માહ સુદિ ૧૦, મંગળવાર સંધવી કચરા ટીકા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા અર્પણ કરી; સર્વ રિએ પ્રતિષ્ઠા કરી. ” શ્રી જિનવિજયજી સંપાદિત પ્રા. જે. લે. સંગ્રહ ભા. ૨ અવલોકન પૃ. પર.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat