SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ XI શત્રુજયપર સાઠ હજા૨ દ્રવ્ય ખચ જિનબિંબની પ્રતિષ્ઠા કરી સં. ૧૮૧૧ માં લીંબધમાં પ્રતિષ્ઠા કરી અને વઢવાણમાં ઢંઢક વરતેજ, પછી કનાડે આવ્યા. સાથે ઉત્તમવિજય પંન્યાસ, ગિવિમલ તપસ્વી, ખરતરગચ્છી દેવચંદ્રજી (આપણું જીવનનાયક ) હતા. પાલીતાણાના રાજા પૃથ્વીરાજજીના કુંવર સામા આવ્યા કે જેને સંઘવીએ પહેરામણું કરી. કુંવરશ્રી નવધન સંઘ સાથે ગારીયાધર સુધી આવ્યા. ને માગશર સુદિ તેરસ દિને શત્રુંજયની યાત્રા કરી. પછી પાલીતાણુ આવ્યા. ત્યાં “ વિધિ ઉપદેશક શ્રત જલધિ દેવચંદ ગુરૂરાય, સંવેગી જિનમારગી ઉત્તમવિજય સહાય દેવચંદ્રજી ને ઉત્તમવિજય હતા એટલે ખંભાતથી જીવણસાહ સંધવી સંધ લઈ આવ્યા. વેળાવળ પાટણથી રામચંદ્રશા, દક્ષિણથી મેસર ગામને સંઘ લઈ ગલાલસા એમ અનેક સંઘે તે તેના સંધપતિ સહિત આવ્યા. સૂરતથી વિધિપક્ષ (આંચલ ગચ્છના) ઉદયસાગરસૂરિ (મૂળ નવાનગરના શા કલ્યાણજી અને ભાર્યા જયવંતીના ઉદયચંદ નામે પુત્ર જન્મ સં. ૧૭૬૩. દીક્ષા સં. ૧૭૭૭, આચાર્યપદ સં. ૧૯૭, સ્વર્ગવાસ સં. ૧૮૨૬ આસ સુ. ૨ સુરતમાં.) આવ્યા. તપાગચ્છના પાઠક સુમતિવિજય એમ અનેક યતિઓ અને ચતુર્વિધ સ ધ મળ્યો. પોશ શુદિ ૧૩ દિને ઈકમાલને ઉત્સવ થયો. આ પ્રમાણે યાત્રા સફલ થઇ.” આમાં જણાવેલા ઉદયસાગરસૂરિએ સં. ૧૮૦૪ ના (અબ્ધિખાએઁદુમિતે) ના પિષ સુદિ ૧૫ ને સોમવારને દિવસે સ્નાત્ર પંચાશિકા” નામનો ગ્રંથ સુરાષ્ટ્રના પાલીતાણામાંજ રચ્યો તેમાં આ સંધના સંધપતિ “દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિને માટે આ ગ્રંથ રચે છે” એવું સ્પષ્ટ જણાવેલું છે. ( જુઓ પીટર્સનનો ત્રીજે રીપોર્ટ પૃ. ૨૩૯ ) –આથી પણ સ્પષ્ટ થાય છે કે સંધવી કચરા કીકાએ આ સંધ ૧૮૦૪ માં કાઢયો હતો.-“ કચરા કીકાએ પાલીતાણાના સંઘો ઘણી વખત કાઢયાનું જુદાં જુદાં સ્તવન તથા ચરિત્ર પરથી જણાય છે અને તેવાં ત્રણ ચાર પ્રસંગો મારા વાંચવામાં પણ આવ્યાં છે એમાં સં. ૧૮૦૪ માં શ્રીમદ્દ સંધ સાથે પાલીતાણે ગયા હોય અને સં. ૧૮૧૦ માં કરી ગયા હોય એ બનવા જોગ છે. તેમાં અસંભવિત જેવું કશુંએ નથી, ” એમ રા. મોહનલાલ હીમચંદ વકીલ પાદરાવાળા જણાવે છે. આમાંના ભાવનગરમાં ઋષભ પ્રાસાદમાં દિવાલી દિને વીર જિનવર નિવાણુ રચી દેવચંદ્રજીએ પૂરું કર્યું. (૨૦૦૯) ૧૩-આ સંબંધી એક લેખ શત્રુંજય પર હાથીપળ તરફ જતાં દક્ષિણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy