________________
VIII ૫. અમદાવાદમાં રતનસિંહ ભંડારી સૂબે હતો. તેને ઈષ્ટ પ્રિય શેઠ આણંદરામ, દેવચંદ્રજી પાસે આવી ધર્મચર્ચા કરતે હતું. તેને ગુરૂએ ચર્ચામાં છે. આણંદરામે ગુરૂની પ્રશંસા કરતાં રત્નસિંહ ભંડારીએ ગુરૂ પાસે આવી વંદના કરી; ત્યાર પછી ત્યાં મૃગી ઉપદ્રવ–રોગચાળો ચાલ્યો. તે ભંડારીની અને મહાજનની વિનતિથી ગુરૂએ શમાવ્યું. ત્યાર પછી રણકુંજીએ
૧૦-રત્નસિંહ ભંડારી-મારવાડ જોધપુરની ગાદી પર મહારાજા અભયસિંહના વિ. સં. ૧૭૮૦ થી સં. ૧૮૦૬ ના અમલમાં રત્નસિંહ ભંડારીએ ઉદય પામી પિતાની નામના કાઢી હતી. તે જેન ઓસવાલ કુટુંબના હતા. સંવત ૧૭૮૬ માં ગુજરાતના સુબાદાર સરબુલંદખાં સ્વતંત્ર થવાથી બાદશાહ મુહમ્મદશાહે અભયસિંહજીને તે સુબાને દબાવવા માટે મોકલ્યા ને અજમેર અને ગુજરાતની સુબાદારી આપી. આ મહારાજાએ ગુજરાતનું રાજ્ય સર કરવાને અમદાવાદ તરફ મોટા લશ્કર સાથે કુચ કરી ત્યારે તેમણે મોટી ફેજમાં રત્નસિંહને પિતાની સાથે રાખ્યા હતા. અમદાવાદમાં કેટલીક ખુનખ્વાર લડાઈ પછી મહારાજાએ સરબુલંદખાનને જીવતે પકડી દીલ્લી મેકલાવી ગૂજરાત પ્રાંત કબજે કર્યો અને રત્નસિંહને પિતાના મદનીશ તરીકે નીમ્યા. ત્રણ વર્ષ ગુજરાત ઉપર અમલ કર્યા પછી અભયસિંહ દીલ્હી પાછા ગયા ને રત્નસિંહ ભંડારીને દીલ્હી રાજ્યના વતી ગૂજરાત ઉપર અમલ કરવાને નમતા ગયાં. ઇતિહાસમાં ડેપ્યુટી વાઈસરૉય-નાયબસુબા તરીકે પ્રસિદ્ધ થયેલા રત્નસિંહે સં. ૧૭૮૯ થી સ. ૧૭૯૩ સુધી અમલ ચલાવ્યું. આ વખતે સમસ્ત હિંદમાં અશાંતિ ને અવ્યવસ્થા હતી. મરાઠાઓ પોતાના સરદાર જાદજી દાભાડની સરદારી નીચે ગૂજરાત ઉપર ચઢી આવ્યા ત્યારે રત્નસિંહને પિતાના નવા હોદ્દા પર રહેવાનું મુશ્કેલ થતું ગયું છતાં તે નાયબ સુબા અસાધારણ ખર્ચથી આવતા હુમલા પાછા કાઢતા હતા. વિરમગામનો ભાવસિંહ હેરાનગતી આપતે તેને પકડવા માટે જવાનમkખાનને સ. ૧૭૮૦ માં રત્નસિંહે હુકમ કરતાં તેણે તેને પકડી પણ પછી તેને છોડી દેવું પડે. સં ૧૭૮૦ માં મરાઠાઓએ વડોદરા લીધું. ત્યાંના સુબા શેરખાન બાબીએ રત્નસિંહની મદદ માગતાં ખંભાતના સુબા મેમિનખાનમે તેની કુમકે મેક પણ મહાદજી ગાયકવાડે આ જાણી લઈ શેરખાનને હરાવ્યો ને મમીનખાન પાછો ખંભાત ગયો. ગાયકવાડે વડેરા સર કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com