________________
જી
શાંતિનાથની પળમાં સહસકણા બિંબ સ્થાપ્યું. સહકુટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં ૧૭૭૯ માં ખંભાત ચોમાસું કર્યું પછી શત્રુજ્ય પર નવાં ચિત્ય કરાવી જીર્ણોદ્ધાર કર્યો. મહાજને તે સિદ્ધાચલપર જીર્ણોદ્ધારનું કારખાનું મંડાવ્યું. સં. ૧૭૮૧, ૧૭૮૨ અને ૧૭૮૩ માં કારીગર પાસે કામ કરાવી શત્રુંજયને મહિમા વધાર્યો પછી ગુરૂ રાજનગર (અમદાવાદ) આવ્યા. (આ સં. ૧૭૮૪ માં મૂકાય ને તે વખતે તેમણે સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કુટનેટમાં બતાવી છે તે કરી જણાય છે), ત્યાંથી સુરત આવ્યા.
૪. સં. ૧૭૮૫, ૧૭૮૬ અને ૧૭૮૭ માં “પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી પછી ફરી રાજનગર આવી ચાતુર્માસ રહ્યા. સં. ૧૭૮૮ માં આષાઢ શુદિ ૨ ને દિને દીપચંદ્રજી પાઠક સ્વર્ગે
૮–અમદાવાદમાં હાજા પટેલની પોળમાંની શાંતિનાથ પળના બીજા દેરાસરના વચલા ભંયરામાં સહસ્ત્રફ પાર્શ્વનાથની • દેવચંદ્રજીએ કરેલી પ્રતિષ્ઠાને શિલાલેખ સં. ૧૭ ૪ માગશર વદ ૫ ને મળી આવે છે જુઓ આ પુસ્તકમાં જીવનચરિત્ર પાનું ૩૧. જ્યારે આ કવિયણ સં. ૧૭૮૭ ની સાલ આપે છે. તે કદાચ ૧૭૭૭ ની હશે. વળી તે ત્ય ૨ પછી ૧૭૭૮ થી વાત કહેવા માંડે છે-તો આ વર્ષનુક્રમ આગળ પાછળ ઉલટ રાખવાનું કારણ સમજાતું નથી.
૯-પાલીતાણાના શત્રુંજયગિરિ પરના ૧૧૮ શિલાલેખોની ટીપ ડા. બુહુલ કરી છે તેમાં તેણે ૩. લેખો મૂળ સંસ્કૃતમાં આપેલ છે અને બીજાને માત્ર અંગ્રેજીમાં સાર આપ્યો છે તે પૈકી ન ૩૪ ખરતરવસી ટુંકના દક્ષિણુ બાજુના ખુલ્લા વિભાગમાં સિદ્ધચક્ર શિલાપરના લેખનો સાર એ છે કે
સંવત ૧૭૮૩ માઘ સુદિ ૫ સિદ્ધચક, ઘણુપુરના રહેવાસી, શ્રીમાલી લઘુ શાખાના જેતા (ખેતાની સ્ત્રી આણુન્ડ બાઈએ અર્પણ કર્યું (બનાવ્યું). બૃહત ખરતરગચ્છની મુખ્ય શાખામાં જિનચંદ્રસૂરિ થયા જેને અકબર બાદશાહે બધાનનું પદ આપ્યું. તેના શિષ્ય મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com