________________
ર
રીતે સિદ્ધ કરે છે. વાંચકા જો સ્થિરચિત્તથી પ્રશ્નોત્તર ગ્રન્થના અભ્યાસ કરશે તે તે તત્ત્વજ્ઞાનમાં ઉંડા ઉતરી શકશે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે શ્રી જ્ઞાનસાર અન્થપર લખેલી જ્ઞાનમંજરી ટીકા અપૂર્વ છે. આત્મજ્ઞાન સંબંધી જેનામાં ભગવદ્ગીતાથી પણુ કાઈ મહાન સત્યથી ભરેલા ગ્રન્થ હોય તેા જ્ઞાનસાર ગ્રન્થ છે તેનાપર શ્રીમદ્દે ટીકા રચીને પેાતાના અધ્યાત્મજ્ઞાન સંબંધી વિચારાને જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની મહત્તા, ઉપયેાગિતા સર્વત્ર પ્રચાર પામી છે. જૈનાના સવે ફીરકાઓમાં જ્ઞાનસાર ગ્રન્થ વહેંચાય છે. અધ્યાત્મજ્ઞાનીઓનું જ્ઞાનસાર ગ્રન્થ ખરેખર આનન્દમય હૃદય છે તેના પર ટીકા રચીને શ્રીમદે જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિના પ્રકાશ પાડયા છે. શ્રીમદ્ ઉપાધ્યાય શિશમાણ યજ્ઞેશવિજયજી ઉપાધ્યાયના છેલ્લામાં છેલ્લેા અધ્યાત્મ જીવનરસને ઝરે જેમાં વહ્યા છે તે ગ્રંથ ખરેખર જ્ઞાનસાર છે અને શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજની છેલ્લી જીંદગીના અધ્યાત્મજ્ઞાનરસના જીવતા ઝરા જેમાં વહ્યા છે તે ટીકા ખરેખર જ્ઞાનસારપરની જ્ઞાનમંજરી ટીકા છે. પછી તેમાં અધ્યાત્માનન્દરસ મીઠાશ સંબધી શું પુછવું. સર્વે ફીરકાના જૈને એકી અવાજે જ્ઞાનસારની સ્તુતિ કરે છે અને જ્ઞાનમ જરીની સુગધી માટે માથું ધુણાવી પ્રસંશા કરી નાચે કુદે છે. સંસ્કૃતભાષામાં જ્ઞાનમંજરી ટીકા છે તેમાં શબ્દ પાંડિત્ય કરતાં ભાવ ઘણા ભરેલા છે તે વાંચકાને સહેજે સમજાશે. શ્રીમદ્ની રચિત ચાવીશીમાં જ્ઞાન અને ભક્તિના રસ છલ કાઈ જાય છે. તેમનાં સ્તવનાને દરેક ગચ્છવાળા મુખે કરે છે અને પ્રભુની પ્રતિમા આગળ ગાય છે. વીશમી સદીમાં ગચ્છક દાગ્રહાનું મમત્વ ધીમે ધીમે વિલય થતું જાય છે અને જે કાઈ ગચ્છની મારામારી કરે છે તેના તરફ જેને, દયાની લાગણીથી દેખે છે. દેવચન્દ્ર ચાવીશીના જૈને અભ્યાસ કરે છે. તેમના સ ગ્રન્થાના અભ્યાસ કરનાર કાઈ પણ મનુષ્ય પક્કા જૈન મની શકે છે અને તે ગાડરીયા પ્રવાહમાંથી મુક્ત થઈ જ્ઞાનપ્રવાહ તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com