________________
સિદ્ધિ પ્રગટી હતી. તેઓ વરી મનુષ્યના વરને સહજમાં ઉપદેશ આપી નાશ કરતા હતા. ગચ્છના ખંડનમંડનમાં તેઓ પડતા નહતા. તેથી સર્વગચ્છવાળાઓને તેઓ પ્રિય થઈ પડ્યા હતા. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય અને શ્રીમદ્ આનંદઘનજી મહારાજની આધ્યાત્મિક વિચારશ્રેણિનું તેમણે અનુકરણ કરી તેઓ વસ્તુતઃ બન્નના આત્મિક અનુયાયી બન્યા હતા તેથી જૈનકોમમાં તેઓ તત્ત્વજ્ઞાનનો પ્રચાર કરવાને શક્તિમાન થયા હતા. તેમના પૂર્વભવના ધાર્મિક સંસ્કારે ઘણા તીવ્ર હવા જેઈએ. પૂર્વભવના સંસ્કાર વિના મૃતધર્મ અને ચારિત્ર ધામપર રંગ લાગતો નથી, તેમજ અધ્યાત્મજ્ઞાનપર રંગ લાગવે એતે અત્યંત દુર્લભ વાત છે. તેઓને સર્વની આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ માટે તેમના આત્માને નમસ્કાર થાઓ,
(આ પ્રમાણે ગુરૂશ્રી કહે છે.) શ્રીમદ દેવન્દ્ર મહારાજના રચિત પ્રસ્થાને સાર
શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમાંથી સારમાંસાર તત્વ કે જે દ્રવ્યાનુગ કહેવાય છે તેને સાર ભાગ ખેંચીને ગ્રન્થોની રચના કરી છે. દ્રવ્યાનુયોગજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, શાન્ત રસ અને વૈરાગ્યરસ તે તેના ગ્રન્થમાંથી જ્યાં ત્યાં નીતર્યા કરે છે. તેમના ગ્રન્થરૂપી સરવરે ખરેખર તત્વજ્ઞાનથી છલકાઈ જાય છે. તેમના બનાવેલા ગ્રન્થ પૈકી આગમસાર, નયચક અને વિચારસાર એ ત્રણ ગ્રન્થ તે ખાસ તત્વજ્ઞાનથી ભરેલા છે. એ ત્રણ ગ્રન્થને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરવાથી સવં આગમમાં પ્રવેશ થાય છે અને સર્વઆગમને સાર પામી શકાય છે. અનંતજ્ઞાનસાગરને પાર નથી પરંતુ તેમાં પ્રવેશ થવા માટે ત્રણ ગ્રન્થ ઘણા ઉપયોગી છે. પ્રશ્નોત્તર નામને તેમને ગ્રન્થ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે તેથી માનનીય છે. અનેક જૈનશા વાંચ્યાબાદ પ્રશ્નોત્તર ગ્રન્થમાં કરેલા પ્રશ્નોના ઉત્તરાર્થના અનુભવ થઈ શકે તેમ છે. શ્રીમદ્ ગચ્છની ક્રિયા બાબતની તકરાર સંબંધી પ્રશ્ન કે ઉત્તર નથી તેથી સર્વ ગચ્છના જેને માટે પ્રોત્તર ગ્રન્થની ઉપગિતા એક સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com