________________
'નિમિત્તોથી અનિષ્ટ થાય છે. સં. ૧૯૭૫ ના માહ માસમાં વિજાપુર પાસે વરસડા ગામમાં જૈન દેરાસર પર વિજળી પડી પડી તેથી એક માસમાં ત્યાંના ઠાકોર રાઓળશ્રી સુરજમલ્લછા મૃત્યુ પામ્યા. આવા અનિષ્ટ સૂચક ચિન્હાથી લોકે ભય પામે છે. નિમિત્તશાસ્ત્ર સત્ય પડે છે. જૈનકેમમાં સિદ્ધાચલપર કાગડાએના આવાગમનના ઉત્પાદથી સંઘમાંકલેશ, ભેદ, જૈનની હાનિ આગેવાની પડતી વગેરે શંકાઓ થવા લાગી. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સુરતના કચરા કાકાના સંઘમાં સં. ૧૮૦૪ માં સિદ્ધાચલ આવ્યા. પ્રસંગ પામીને જૈનસંઘની વિનંતિથી તેમણે સિદ્ધાચલ પર્વત પર આદીશ્વર ભગવાનની દુકમાં શાંતિસ્નાત્ર ભણાવ્યું અને પર્વતની ચારે તરફ શાંતિ જલની ધારા દેવરાવી, તેથી કાગડાઓ આવતા બંધ થયા. તેથી જૈન કોમમાં આનંદ-શાંતિ પ્રસરી અને અનિષ્ટ ઉપદ્રવનો નાશ થશે. શ્રીમદ્ યશોવિજયજીએ તથા જ્ઞાનવિમળસૂરિએ પ્રસંગેપાત અનેક ચમત્યારે બતાવ્યા છે. પ્રસંગ વિના અમુક મહાત્મામાં અમુક શકિત છે તે માલુમ પડતી નથી. મહાત્માઓ કંઈ જાદુગરની પેઠે વા વાદીની પેઠે ખેલ કરી બતાવતા નથી. તેમના આત્મામાં જે કંઈ સિદ્ધિયે ઉત્પન્ન થાય છે તેની તેઓને પણ માલુમ પડતી નથી પરંતુ પ્રસંગ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ પણ જાણી શકે છે.
તેમણે મારવાડમાં સંઘ જમણ પ્રસંગે ગતમસ્વામિના ધ્યાનથી એક હજાર શ્રાવકે જમે તેટલા જમણમાં આઠ હજાર શ્રાવકને જમાડવાની મંત્રશક્તિ વાપરી હતી. તેમને સિદ્ધાંતને તીણ ઉપગ હતો. અનેક પ્રકારની અવધાન શક્તિઓ તેમનામાં ખીલી હતી પરંતુ તેઓ તે કેઈની આગળ પ્રસંગ વિના જણાવતા નહોતા. હાલની પેઠે તે પ્રસંગે મહાત્માઓ અવધાન ખેલે કરતા નહતા. જેમાં વા હિન્દુઓમાં જેટલી અવધાન શક્તિ ખીલે છે તેટલી પાશ્ચાત્ય લેકમાં ખીલતી નથી. તેઓ જ્યાં ચોમાસું કરતા અગર પધારતા ત્યાં લોકોમાં શાંતિ પ્રસરતી હતી. તેમનામાં વચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com