________________
પ્રશંસા સર્વત્ર પ્રસરી. શ્રી કૃપાચંદ્રસૂરિજી વગેરે સાધુઓ અને વૃદ્ધ શ્રાવકના મુખથી આવી વાત સાંભળી હતી તે અત્ર લખી છે. જ્ઞાનીધ્યાની મહાત્માઓ સ્વયં ચમત્કારરૂપ છે. આત્માની અનંત શક્તિ છે. આત્માની જેઓ ઉપાસના કરે છે તેઓ પરમાત્માની પેઠે શક્તિઓ ફેરવી બતાવે છે અહે અનન્તવીશ્ય માત્માવિશ્વપ્રકાશકઃ રૈલોકયંચાલયભેવ ધ્યાનશક્તિપ્રભાવતઃ છે (જ્ઞાનાર્ણવ ) અનંત વીર્યરૂ૫ આત્મા છે અને વિશ્વને પ્રકાશક છે. તે ધ્યાનશાક્ત પ્રભાવે ત્રણ લોકને ચલાવવા શક્તિમાન છે.
સિદ્ધાચલપર કાગડા આવતાં બંધ કર્યા.
શ્રીમદ્ દેવચન્દ્રજી ઘણી વખત સર્વતીર્થાશિમણિ સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા જતા હતા. સિદ્ધાચલમાં તેમણે વિહરમાન વિશી રચી હતી. તેમણે સિદ્ધાચલની અનેક યાત્રા કરી હતી. રાષભજિકુંદ પ્રીતડી. એ સ્તવન તેમણે કિંવદન્તી પ્રમાણે સિદ્ધાચલ આદીશ્વર ભગવાન્ આગળ રચ્યું હતું. શ્રી દીપચંદ્રજી મહારાજની સાથે ઘણી યાત્રાએ કરી હતી. દુષમકાલના યોગે સિદ્ધાચલ તીર્થપર કાગડાઓ આવવા લાગ્યા. જેઓ મહા પ્રભાવક હતા તેઓ વારંવાર શાંતિસ્નાત્ર ભણાવીને કાગડાએનું આવાગમન બંધ કરતા હતા. સિકે બે સિંકે કઈ પ્રભાવક મહાત્મા જનમમાં પ્રગટી નીકળે છે અને જન ધર્મની પ્રભાવના કરે છે. શ્રીમદ્દ દેવચન્દ્રજીના કાલમાં સિદ્ધાચલપર કાગડાઓ આવવા લાગ્યા હતા. તેથી જેનકેમમાં અને અન્ય કામમાં અનિષ્ટને ભય લાગે. રાજ્ય બદલવાને પ્રસંગ આવવાને હોય છે, વા દુષ્કાળ પડવાને હોય છે ત્યારે તથા મહારોગ ફાટી નીકળવાનું હોય છે ત્યારે તથા ધર્મરાજયની પડતી થવાને પ્રસંગ આવે છે ત્યારે સિદ્ધાચલ તીર્થ પર કાગડાઓ આવે છે. જે ભાવભાવ બનવાને હોય તેનાં તેવાં નિમિત્ત ચિન્હ પ્રગટયા કરે છે. જે કાલે જે બનવાનું હોય છે તે બન્યા કરે છે. અનિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com