________________
તરીકે ઉપહાસને પાત્ર થાય છે. કોટાબુંદીના ભાવના ભાવવાળા શેઠની પેઠે બનીને જેઓ કહેવા પ્રમાણે વર્તતા નથી તેઓ પિતે તરી શકતા નથી અને અન્યોને તારી શકતા નથી. ક્રિયા વિનાનું શુષ્કજ્ઞાન કંઈ કરી શકતું નથી. લૌકિકશાસ્ત્રો પૈકી ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કર્મયોગી થવા માટે સારી રીતે ઉપદેશ આપે હતે. કંઈ કરવું નહીં અને બેસી રહેવું. લાંબી લાંબી વાત કર્યા કરવી. સ્વપરનું શ્રેય થાય એવાં કાર્યો કરવાં નહીં એથી સ્વપરનું કલ્યાણ થતું નથી. વ્યવહારમાં રહીને સ્વાધિકારે યોગ્ય ધમ્મપ્રવૃત્તિ કર્યા વિના આત્મજ્ઞાન, ઈંડાની પેઠે કાચું રહે છે વા કાચા પારાના જેવું રહે છે. શુભ પ્રવૃત્તિ, સેવા, પરમાર્થ કાર્યો વગેરે કાર્યો કર્યા વિના કેઈને આત્મજ્ઞાનની પકવતા થઈ નથી અને થશે નહી. વાત કર્યાથી વડાં થતાં નથી. તેમ શામાંથી આત્મજ્ઞાનનું સ્વરૂપ વાગ્યું એટલા માત્રથી આત્મજ્ઞાની થવાતું નથી. દેવ, ગુરૂ. ધર્મની ભકિત કરવાથી અને સ્વાધિકાર પ્રવૃત્તિથી પ્રવૃત્ત થતાં આત્મજ્ઞાન પરિણામ પામ્યું કે નહીં તેને અનુભવ આવે છે. સેવા કર્યા વિના આત્મજ્ઞાન જે છે તે આત્મામાં પરિણમતું નથી. દેશ સેવા, કુટુંબ સેવા, ગુરૂજન સેવા, પ્રભુ ગુરૂ ભકિત, સમાજ સેવા, જાહેર ઉપદેશ પ્રવૃત્તિ, અનેક ગ્રન્થની રચના, વગેરે શુભ કર્મો કરવાથી અધ્યાત્મશાસ્ત્રો દ્વારા વાંચેલું આત્મજ્ઞાન ખરેખર આત્મજ્ઞાનરૂપે પરિણામ પામે છે. શ્રીમદ્દ દેવચંદ્રજીએ દીક્ષિત થયા બાદ પોતાના ગુરૂ શ્રી દીપચંદ મહારાજની મન વાણું કાયાથી સેવા ઉઠાવી હતી. ધર્મવિદ્યા ગુરૂ શ્રી જ્ઞાનસાગરજીની પૂર્ણ પ્રેમથી સેવા કરી હતી. તેઓ ગુરૂકુળમાંથી છુટા પડયા નહોતા, ગુરૂકુળ વાસમાં રહીને તેમણે પરંપરા સહિત જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શાસ્ત્રજ્ઞાતા થતાં પિતાની માનતા પૂજા વધારવા માટે ગુરૂથી જુદા પડયા નહતા. ધર્મવ્યવહારની શુભાચરણાને તિરસ્કાર કર્યો નહોતો. નિશ્ચય જ્ઞાનમાં પરિપૂર્ણ થયા છનાં શુષ્કજ્ઞાની બન્યા નહોતા. પ્રતિમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com