________________
તે નિજ સન્મુખભા રહી વહી તુજ દશા હે લાલ. સાપશમિક ગુણસર્વ થયા તુજ ગુણરસી હે લાલ. સત્તા સાંધનશકિત વ્યક્તત ઉલ્લસી હે લાલ. હવે સંપૂરણ સિદ્ધતણ શી વાર છે હે લાલ.
દેવચન્દ્ર જિનરાજ જગત આધાર છે હો લાલ. શ્રીમદની સંસ્કૃત હિન્દી પ્રાકૃત તથા ગુર્જર ભાષાની વિદ્વતા.
શ્રીમદે સંસ્કૃત, પ્રાકૃત, ગુર્જર, હિન્દી ભાષાના રચેલા ગ્રંથ પરથી તેમની ભાષા સંબંધી વિદ્વતાને ખ્યાલ સહેજે આવે તેમ છે. બાલ જીવાને સમજાવવા માટે સંસ્કૃત ભાષામાં તેમણે બહુ સરલ શબ્દમાં રચના કરી છે. જેમ બને તેમ ભાષાની લિષ્ટતા દુઅવગાહના તથા અસાધ્ય (Laboured style) શૈલી વિગેરે પિતાના પુસ્તકમાં આવવા દીધાં નથી. દ્રવ્યાનુયોગના વિષયમાં સામાન્ય સંસ્કૃત જાણનારાઓ પણ રસ લઈ શકે તેવા પ્રયત્ન તમાં સ્પષ્ટ જણાય છે. જ્ઞાનમંજરી તથા વિચારસાદિ ટીકા વડે સંસ્કૃત ભાષામાં જનસાહિત્યની સેવા તેમણે ઉત્તમ રીતે બજાવી છે. જ્ઞાનમંજરીટીકા એ એક અસાધારણગ્રંથ પરની ટીકા છે કે જે સા કે ફીરકામાં અતિ આદર પામી રહેલા છે તેના પરની ટીકા એ સામાન્ય ન કહેવાય અને એ તેમના પાંડિત્યને પરિચય પૂર્ણતયા કરાવી શકે છે. આધુનિક કેટલાક સંસ્કૃતભાષાજ્ઞવિદ્વાનેને મત એવા છે કે શ્રીમદુ સંસ્કૃત ભાષાના પ્રઢ વિદ્વાન નહતા. પણ અમે એમાં એવું સુધારીશું કે શ્રીમદે દ્રવ્યાનુયેગાદિ ગહન વિષને સાદી સંસ્કૃત ભાષામાં બાળજીને સમજાવવા પર ખાસ લક્ષ દીધું છે તેથી જ તેઓએ પ્રઢ સંસ્કૃત ભાષા વાપરી નથી. તેમજ તેમનું ભાથાદ્વારા વિદ્વત્તા દેખાડવા તરફ બિલકુલ લક્ષ નહોતું તેજ એમાં કારણ છે. આત્મજ્ઞાની મહાત્માએ ભાષાને શણગાર સજાવવા તરફ બીલકુલ હણ દેતા નથી. તેઓ તે ભાષાદ્વારા હૃદયના આત્મિક ભાવ જણાવે છે. કવિમાં અને નાનીભકતમાં ભાષા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat