________________
વળી –
પાલીતાણે પ્રતિષ્ઠા કરી ભલી– ખરચે દ્રવ્ય ભરપૂર. વધુસાએ ચૈત્ય શત્રુંજય ઉપરે, પ્રતિષ્ઠા દેવચંદ્રની ભૂરિ.
સુ. ૧૦ તી.
શ્રી. દે. વિ. પૃ. ૩૨ વળી નવાનગરનાં જે ઢંઢકોની મૂર્તિપૂજાપરની શ્રદ્ધા ઉઠી ગયેલી તે ફરી શ્રદ્ધા કરાવી. ટૂંઢકો કે જેઓ પ્રતિમાને પૂજતા નહતા તેઓને શ્રીમદે તે જીતી ફરીથી પ્રભુપ્રતિમા પૂજતા કર્યા હતા.
નવાનગરે ચૈત્ય જે મેટાં, ઢંઢક જે હતાં લેપ્યારે; અર્ચા પૂજા નીવારણ કીધી, તે સઘળાં ફરીને થાપ્યારે. ધન. ૧૭
શ્રી. દે. વિ પૃ. ૩૭. વળી લીંમડી, ધ્રાંગધ્રા, ચૂડા એ ત્રણ નગરના જિનચૈત્યમાં શ્રીમદે પ્રતિષ્ઠા કરાવી છે.
લીમડી ધ્રાંગધ્રા ગામએ, અન્ય ચૂડા વળી ગામ; પ્રતિષ્ઠા થઈ ત્રણ બિંબની, દ્રવ્ય ખરા અભિરામ. ધ્રાંગધ્ર જિન બિંબની, થઈ પ્રતિષ્ઠા સાર; સુખાનંદજી તિહાં મલ્યા, દેવચંદ્રને યાર.
શ્રી. દે. વિ. ૩૯
- ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com