________________
જેમણે ગુરૂજીના છતાંજ અનેક વાદીઓને પરાજિત કરી સુયશ પ્રાપ્ત કર્યો હતે. - હવે એ સઘળા શિષ્ય પરિવાર ભેગું કરી શ્રીમદે સર્વને પ્રેમપૂર્વક હિતબુદ્ધિએ શિખામણ દેવા માંડી. તમે સર્વે સંપથી ચાલશે. સમયાનુસાર વર્તાશે. હૃદયમાં પાપબુદ્ધિ બીલકુલ ધરશે નહિં. સેડ પ્રમાણે સાથરો તાણશે. શ્રીસંઘની આજ્ઞા શિરોધાર્ય હંમેશાં કરશે. સૂરીશ્વરની આજ્ઞા પ્રમાણ કરશે. વળી સૂત્રશાસ્ત્રનું જ્ઞાન હમેશાં પ્રાપ્ત કરતા રહેશે. વળી તે મનરૂપજી! તમે મારી પાછળ સમર્થ છે, મને કેઈપણ જાતની બીલકુલ ચિંતા નથી. તેમજ આ બધો પરિવાર તાહરા ખેાળે હું મૂકું છું. તેમને સંભાળજે. તથા સાધુ ધર્મ બબર પ્રતિપાલન કરશે.
આમ ગુરૂદેવની અંતિમ સમયની શિખામણ સાંભળી મનરૂપજી હાથ જોડી ગુરૂ પ્રત્યે બેલ્યા કે હે ! ગુરૂદેવ ! આપ તે વડભાગી છે. અમે તો પામર છીએ છતાં હમારા શર પર આપ સરખા ગુરૂ ગાજે છે એ અમારાં ધનભાગ્ય છે. આ પ્રમાણે ગુરૂવિનયભક્તિવડે તેમણે ગુરૂને જવાબ દીધે. પછી તમામ શિને ભેગા કરી સેના શિરપર પિતાને વરદાયક કરકમળ, કે જે કરકમળે જગને ઉપકારક તથા ઉત્કૃષ્ટ દ્રવ્યાનુગ જેવા ગહનગ્રંથની રત્નરશીઓ પ્રગટાવી છે. તથા અનેકને તાર્યા છે એ તે કર, પ્રત્યેક શિષ્યના શિરપર સ્થાપી જણાવ્યું કે-હે શિષ્ય ! હવે પરલોકમાં પ્રયાણને અમારે અવસર થયો છે. માટે તમે તમારૂં કર્તવ્ય સમજી તમેને એગ્ય એ ધર્મ હમેશાં આરાધશે. વિશ્વના ઉપકારક થશે, તથા ધર્મની જાત વિશ્વમાં ઝળહલતી રાખજે. આ પ્રમાણે ગંગાના પ્રવાહ સમાન પવિત્ર વેગવાળી હૃદયપૂર્વક ઉચ્ચ એવી સાગર ગર્જનશી મધુરવાણુ વડે શિષ્યસમુદાયને સાધ, શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com